વાતાવરણ પ્રદુષણ મુક્ત બનતા ચોમેર હરિયાળી છવાઈ ગઈ

સિહોરી માતાના ડુંગરેથી આહલાદક નયનરમ્ય કુદરતનો નજારો

સલીમ બરફવાળા – દર્શન જોશી
લોકડાઉન ના ચાલીસથી વધુ દિવસોમાં માનવી માનસિક રીતે થાકી ગયો હશે. લોકડાઉન લાગતા પ્રદુષણ ઓકતા તમામ એકમોને બ્રેક લાગી ગઈ છે. ફેકટરીઓ, વાહનો, સહીતના પ્રદુષણને હાનીઓ પહોંચાડતા એકમો લોક થઈ જતા કુદરત જાણે સાજું થઈને બેઠું થઈ ગયું હોય એવું લાગે છે. ભારત શહેરના અનેક રાજ્યોની તસ્વીરો કુદરતને લોકડાઉન ફળ્યું હોવાની સાક્ષી પુરી રહ્યું છે. સિહોર અને આસપાસના પંથકમાં પણ કુદરતે મન મુકીને લીલોતરી અને ડુંગરો આપ્યા છે.

જ્યારે લોકડાઉનને લઈને સિહોર અને આસપાસના વિસ્તારોમાં ચાલતી ફેકટરીઓ અને વાહનો ઓછા થઈ જતા વાતાવરણ શુદ્ધ થઈ ગયું હતું. સિહોરની મધ્યમાં સિહોરી માતાજીના ડુંગરથી છેક સોનગઢ સુધીના દ્રશ્ય દૂરબીન વગર પણ સારા દેખાઈ રહ્યા છે. ડુંગર ઉપરથી ગૌતમેશ્વર તળાવ સહિતના કુદરતના આહલાદક નયનરમ્ય દ્રશ્યો આંખોને ટાઢક આપે તેવા દેખાઈ રહ્યા હતા. જો પ્રદુષણ મુક્ત થતા કુદરતને એનું ઓરીજીનલ રૂપ મળતું હોય તો આ લોકડાઉન બાદ પણ કુદરતની જાળવણી કરવી આપણી ફરજ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here