સહાય મળી નથી ઉછીના પૈસાથી લેવી પડે છે ટીકીટ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીજીની જાહેરાત પછી પણ સિહોર કે જિલ્લામાં ક્યાંય નેતા કે કાર્યકરો દેખાતા નથી

દેવરાજ બુધેલીયા
‘સરકારની દાનત જોઈએ’ હજારો ગરીબ શ્રમિકો અહીંથી ભુખ્યા-તરસ્યા તેમના વતનમાં જઈ રહ્યા છે. તેઓને રેલવે ભાડુ ભોગવવું પડે છે. જે આપડા સૌની કમનસીબી છે સિહોર સહિત જિલ્લાના સેંકડો શ્રમિકો છેલ્લા ૪૫ દિવસથી કામધંધા વગર રોજીરોટીના અભાવે હિજરત કરી રહ્યા છે. ટ્રેનો ભરી-ભરીને શ્રમિકો પોતાના ખર્ચે વતનમાં જઈ રહ્યા છે. એ જ રીતે રોજી-રોટી રળવા સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હજારો કારીગરો સૌરાષ્ટ્રમાં પોતાના વતનમાં બસ ભાડુ ખર્ચીને આવી રહ્યા છે. રોજીરોટી વગરના ગરીબ શ્રમિકોએ પોતાના ખર્ચે વતનમાં જવું પડે છે.

સરકાર શ્રમિકોની ગરીબી અને લાચારીનો ગેરલાભ ઊઠાવી જાણે તમાશો જોઈ રહી હોય તેવી સ્થિતિ શ્રમિકો અનુભવી રહ્યા છે અસંખ્ય પરપ્રાંતિયો લોકોની હાલત કફોડી બની છે સ્થિતિ અતિ ગંભીર બની રહી છે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ સહિતના વિસ્તારોમાંથી લોકો રોજીરોટી માટે ગુજરાતમાં આવ્યા હતા જોકે હાલની સ્થિતિ કપરી બની છે લોકો પાસે પૈસા ખૂટયા છે આખરે વતન જવા પગપાળા જવા નીકળ્યા છે બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીજીએ શ્રમિકોના ભાડા માટેની વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે.

પરંતુ સિહોર કે જિલ્લાના અન્ય મથકો પર કોંગ્રેસના એક પણ નેતા કે કાર્યકર દેખાતો કે જોવા મળતો નથી તે પણ એટલી વાસ્તવિકતા છે અને કહેવાઈ કે ભાજપ કે કોંગ્રેસના નેતાઓના હાલ જમીર મરી ચુક્યા હોવાનું કહેવાય છે ત્યારે રાજકારણની રમતને મૂકી માનવતાના લોકોને મદદ રૂપ થવાય તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here