સિહોર પોલીસે બિનવારસી લાશની અંતિમવિધિ કરી

હરેશ પવાર – સંદીપ રાઠોડ
કોરોનાની મહામારીમાં પોલીસ અને પ્રશાસન સતત રાત દિવસ ફરજ બજાવી રહી છે. એક તરફ પોલીસ પોતાની ફરજમાં રાત દિવસ પેટ્રોલિંગ કરીને શહેરની સુરક્ષા વધારી રહી છે ખાસ કરીને સિહોર પોલીસ મથકના પીઆઇ ગોહિલ દ્વારા લોકડાઉનના સમયમાં પણ ફરજ સાથે તેઓ સતકાર્ય ચૂકતા નથી આજે સિહોરના ગુદાળા વિસ્તારમાં સવારે ૫૫ વર્ષીય એક અજાણી મહિલાનો મૃતદેહ મળતા સિહોર પોલીસ ઘટના સ્થળે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મહિલાના મૃતદેહને સિહોર હોસ્પિટલમાં ખસેડીને પીએમ સહીતની કાર્યવાહી કરીને તેના વાલી વારસાની શોધખોળ સિહોર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક મહિલાના પરિવાર ની કોઈ ભાળ નહિ મળતા સિહોર પોલીસ મથકના પીઆઇ કે.ડી.ગોહિલ, સહિત સ્ટાફે અને તેમની ટિમ દ્વારા આ અજાણી મહિલાના મૃતદેહની અંતિમ વિધિની તૈયારી કરવામાં આવી હતી. સિહોર પોલીસ સ્ટાફ દ્વારા સિહોરના સ્મશાન ગૃહમાં મૃતકની અંતિમ વિધિ કરીને તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પોલીસ અને નગરપાલિકા વિભાગ દ્વારા અજાણી લાશની પણ વિધિસર અંતિમ વિધિ કરીને માનવતા દાખવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here