સિહોર શહેરમાં વિનામૂલ્યે રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ શરૂ

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના વૈશ્વિક મહામારીને લઈને સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશન વિતરણ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગયા મહિનાની માફક આ મહિનામાં પણ રાશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશન વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સિહોરની રાશન દુકાનો ઉપટ સરકાર દ્વારા જાહેર કરાયેલા કોર્ડ સીસ્ટમ દ્વારા વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

સિહોર શહેરમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા એપીએલ-૧ કાર્ડધારકોને તા.૧૨ મે સુધી વ્યાજબી ભાવની દુકાનો પરથી રેશનકાર્ડ દીઠ ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૩ કિ.ગ્રા. ચોખા, ૧ કિ.ગ્રામ. ખાંડ તથા ૧ કિ.ગ્રામ. ચણાદાળનું વિનામૂલ્યે વિતરણ કરવાનો પ્રારંભ થયો છે. આ વિતરણ  વ્યવસ્થા હેઠળ જે રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડનો છેલ્લો અંક ૩ અને ૪ છે તેઓને આજે વિતરણ કરાયુ હતુ.

રેશનકાર્ડનો ૭ અને ૮ છેલ્લા અંક હોય તેમને આજે વિતરણ કરાયું હતું અને તા.૧૦ મે તેમજ છેલ્લો અંક ૯ અને ૧૦ હોય તેવા રેશનકાર્ડધારકને તા.૧૧ મેના રોજ નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવશે. અનિવાર્ય સંજોગોમાં જે કાર્ડધારક પોતાના નિર્ધારિત દિવસે અનાજ મેળવી શકતા નથી તો તેઓને સીધા તા.૧૨ના દિવસે જ અનાજ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here