લોજીક વગરના લોકડાઉનથી વ્યથિત વેપારી અને મધ્યમવર્ગના લોકો કાઢે છે રસ્તા, સરકારે દુકાનો ખોલવા નહીં દેતા બેરોજગારો શાક-ફળ વેચવા લાગ્યા

દેવરાજ બુધેલીયા
સિહોરમાં લોજીક વગરના લોકડાઉનના કારણે લોકોમાં નારાજગી પ્રસરી છે ત્રીજા લોકડાઉન સમયે સરકારે કેટલીક છૂટછાટ આપી હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા હજુ કેટલીક પાબંદીઓ રાખવામાં આવી છે ત્યારે કામધંધા વગર દોઢ માસથી કંટાળી ગયેલા વેપારીઓ લાચાર બનીને અન્ય રસ્તા કાઢવા લાગ્યા છે.  લોકડાઉનમાં શાકભાજી, ફળફળાદિ વેચવાની છૂટ છે ત્યારે સિહોરમાં શાકભાજી ફેરિયાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. ફ્રૂટ,શાકભાજીની લારી વધી ગઈ છે.

સિહોરની બન્ને માર્કેટ ક્રિકેટ ગ્રાઉન્ડ અને રેસ્ટ હાઉસ સામે ગ્રાઉન્ડમાં ચાલતી માર્કેટમાં મોટા પ્રમાણમાં ફેરિયાઓ શાકભાજી-ફળો વેચી રહ્યા છે કેટલાક વેપારીઓ લાચાર બનીને ધંધા-રોજગાર માટે રસ્તા કાઢે છે બીજી બાજુ મોટાભાગના વેપારીઓની આવક ઠપ્પ થઈ ગઈ છે. પાન,કટલેરી,હોઝીયરી, ઈલેક્ટ્રીક, હેરકટિંગ, કપડાં, કંદોઈ, સ્ટેશનરી સહિત દુકાનો કે સુતાર,લુહાર, રિપેરીંગ કામ સહિતની દુકાનો પર ગુજરાન ચલાવતા હજારો લોકો માટે કપરી સ્થિતિ સર્જાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here