હે રામ: પૈસા ખાવાનું અને ધીરજ ખૂટી: પેટનો ખાડો પુરવાની અને મકાન ભાડું આપવાની ચિંતાએ સિહોરના યોગેશનો જીવ લીધો

દેવરાજ બુધેલીયા
લોકડાઉને અનેક પરિવારોનું સામાન્ય જીવન લોકઅપ કરીને રાખી દીધુ છે મજુર અને મધ્યમવર્ગના લોકો પેટના ખાડો ભરવા માટેની ચિંતાઓ હવે સતાવવા લાગી છે લોકડાઉનને આજકાલ કરતા ૪૫ દિવસથી વધુ સમય પસાર થઈ ચૂક્યો છે તમામ ધંધા રોજગાર ઠપ્પ છે મજૂરી કામો બંધ થઈ ચુક્યા છે અને પેટ ભરવા માટે ગરીબોને આ મુશ્કેલી અત્યંત સતાવી રહી છે લોકો માટે કપરી સ્થિતિનું નિર્માણ થયું છે સિહોરના ગુંદાણા વિસ્તારમાં રહેતા એક યુવક ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાખ્યું છે ગુંદાળા વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતા યોગેશભાઈ વાજા જેઓને છેલ્લા ત્રણ માસથી કામધંધો હતો.

નહિ જમવાનું પણ પાડોશી આપી જતા હતા અને પૈસા અને ધીરજ ખૂટી જતા યોગેશભાઈએ આજે ભાડેના રહેતા મકાનમાં જીવનનો અંત આણી દીધો હતો ઘરે ગળાફાંસો ખાઈને જીવનને ટૂંકાવી નાખ્યું હતું બનાવને લઈ આજુબાજુના લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી સિહોર પોલીસનો કાફલો બનાવ સ્થળે જઈને લાશને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે યોગેશભાઈ જેવા અસંખ્ય પરિવારો પેટના ખાડો ભરવા માટેની ચિંતા સતાવી રહી છે ધંધાઓ લોકડાઈન છે ગરીબ અને મધ્યમવર્ગના લોકો પાસે પૈસાઓ હવે ખૂટયા છે બેકારીએ ભરડો લીધો છે આવતા દિવસોમાં કપરી સ્થિતિનું નિર્માણ થશે તે હકીકત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here