કોરોના સંક્રમણના ભય વચ્ચે સુરતથી સિહોર પંથકમાં અસંખ્ય લોકો આવી રહ્યા છે.. તંત્ર દ્વારા હોમ કોરોન્ટાઇન કરવાની કામગીરી પુર જોશમાં

નિલેશ આહીર
કોરોના સંક્રમણનાં ભય વચ્ચે સુરતથી એસટી બસો મારફત રોજ સેંકડો લોકો સિહોર પંથક અને સોૈરાષ્ટ્ર તરફ આવી રહયા છે અસંખ્ય લોકો સુરતથી વતનમાં પરત ફરવા માગતા હોય આ સિલસિલો હજુ એકાદ સપ્તાહથી વધુ ચાલશે કોરોના સંક્રમણનો ભય હોવા અને દરેક જિલ્લાની હદમાં કડક ચેકીંગ કરવામાં આવી રહયુ છે આ ઉપરાંત આવનારા દરેકને ૧૪ દિવસ હોમ કવોરન્ટાઈન અને એક મહિના સુધી સુરત પરત નહી ફરવાની શરતો વહીવટી તંત્ર દ્રારા મુકવામાં આવી હોવા છતાં રોજ હજારો સૌરાષ્ટ્રવાસીઓ સુરતથી ખાનગી અને એસ ટીની બસો મારફત આવી રહયા છે. આ પ્રવાહ છેલ્લા બે દિવસમાં વધ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓને જે તે જિલ્લાની ચેક પોસ્ટ પર સ્ક્રીનીંગ કરવામાં આવ્યા બાદ જ આગળ જવા દેવામાં આવે છે આવનાર લોકોને હોમ કોરોન્ટાઇન કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા પુરજોશમાં શરૂ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here