માનવતાની મહેક : સિહોર વિસ્તારના પરપ્રાંતિયોને ઘર પોહચાડવાના અસલી હીરો મામલતદાર કચેરી અને સ્ટાફ છે

મિલન કુવાડિયા
સમગ્ર માનવજાતને કોરોના વાઇરસે ભલે ખતરામાં મુકી દીધી છે પરંતુ ‘માનવતા’ છે કે જે અસુરોને જીતવા નથી દેતી. જ્યારથી કોરોનાએ મોતનું તાંડવ શરૂ કર્યું છે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છતાં પણ માનવતાવાદી માણસ અને અધિકારીઓની હિંમ્મત આજે પણ કોરોનાને ટક્કર આપી માનવતાનું કર્તવ્ય નિભાવે જાય છે. આવું જ માનવતાનું કાર્ય થઈ રહ્યું છે સિહોરના મામલતદાર કચેરીમાં.. સિહોર અને આજુબાજુ વિસ્તારમાં અનેક ફેકટરી અને કારખાનાઓ આવેલા છે જેમાં અનેક બહારથી વસતા રાજ્યના શ્રમિકો કામ કરી રહ્યા છે..લોકડાઉનના કારણે જે શ્રમિકોની હાલત અત્યંત કફોડી બની છે છેલ્લા થોડા દિવસોથી આ શ્રમિકો પોતાના વતન જવા ભારે ઉતાવળિયા બન્યા છે કોઈ પાસે ટિકિટના ભાડાના પૈસાઓ ખૂટયા છે..અને કોઈ પાસે જમવાની વ્યવસ્થાઓની નથી..પરંતુ આ તમામ બાબત વચ્ચે સિહોરની મામલતદાર કચેરી એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.

છેલ્લા દિવસોથી અમે અને અમારી ટિમ સગગી આખે જોયેલા દ્રશ્યો પ્રાંત અધિકારીશ્રી રાજેશ ચૌહાણ મામલતદારશ્રી નિનામા,શ્રી સિદ્ધરાજસિંહ વાળા તથા શ્રી રણજીતસિંહ મોરીની નિગરાનીમાં સ્ટાફના તમામ અધિકારી પરપ્રાંતિયોને વતન મોકલવાની જે કામગીરીઓ થાય છે અને જે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તે લાજવાબ છે કોઈ પરપ્રાંતિયો માટે ટીકીટ ની વ્યવસ્થા ફ્રુટ પેકટની વ્યવસ્થા અથવાતો પરપ્રાંતિયોની અન્ય મુશ્કેલીઓનું સમાધાન અહીં કચેરીમાં થતું જોવા મળે છે એવા પણ કર્મચારી અધિકારીઓ છે કે કોઈ પણ પ્રસિદ્ધિ વગર ટીકીટ ના ભાડા પણ ભરી દે છે આ કાર્યએ દરેક અધિકારી અને સામાન્ય માણસને પણ ઉદાહરણ પુરુ પાડી દીધું કે ફરજ થી મોટો કોઈ ધર્મ નથી, કોરોના મહામારીમાં સૌ કોઈ દિવસે દિવસે મૂંઝવણ અનુભવી રહ્યું છે.

જેમાં ઘરમાં બેઠેલા લોકો કંટાળી ગયા હશે પરંતુ ફરજ પરના અધિકારી અડગ પણે કોરોનાની વચ્ચે જંગ લડી રહ્યા છે. કોરોના વોરિયર્સ તરીકે પ્રશાશનના નાના માણસો થી લઈને મોટા અધિકારીઓ સાથે મળીને દેશનું રક્ષણ કરી રહ્યા છે એટલે જ કહી રહ્યા છીએ કે પરપ્રાંતિયોની મદદ માટેના અસલી હીરો સિહોર મામલતદાર કચેરી અને સ્ટાફ છે સિહોર આજુબાજુના વિસ્તારના પરપ્રાંતિયોના પરિવાર ની દુવા ચોક્કસ આ લોકોને લાગશે માટે ફરજ પરના સૌ અધિકારી કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here