સિહોર જલુના ચોક વિસ્તારમાં પોઝિટિવ કેસ બાદ છેલ્લા એક મહિનાથી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે: લોકો દ્વારા મુક્તિ આપવા રજુઆત

જે કેસો છે એ એક પરિવારના સભ્યો છે તમામ કોરોન્ટાઇન સારવારમાં જ છે, છેલ્લા એક માસથી કેસ ન હોવા છતાં કન્ટેન્ટમેન્ટ ઝોન રખાતા લોકોમાં કચવાટ, ઝોન માંથી મુક્ત કરવા માંગણી

દેવરાજ બુધેલીયા
સાહેબ હવે પૈસા ખૂટયા છે હવે અમને મુક્તિ આપો આ શબ્દો છે અહીં રહેતા ગરીબ લોકોના..સિહોર શહેર જલુના ચોક વિસ્તારમાં ૧૩ એપ્રિલના રોજ કોરોના કેસ પછી કન્ટેન્ટમેન્ટ ઝોન નાખવામાં આવેલ છે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે જેથી લોકોમાં કચવાટ ઉભો થયો છે અને કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી મુક્તની માગણી ઉઠી છે સિહોર જલુના ચોક વિસ્તારમાં ૧૩ એપ્રિલના રોજ અલ્ફાજ દસાડીયા નામના યુવકને કોરોનો રિપોર્ટ પોઝિટિવ બાદ તેમના સમગ્ર પરિવારને કોરોન્ટાઇન કરી લેવાયા હતા જોકે ક્રમશ પરિવારના પાંચ સભ્યોને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ અહીં વિસ્તારમાં છેલ્લા એક માસથી સ્થિતિ નિયત્રણમાં છે અન્ય કોઈ કેસો નથી છેલ્લા એક માસથી આ વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે જેને મુક્ત કરવા લોકોની માંગણી ઉઠી હતી.

આજે અહીં વિસ્તાર મહિલાઓ મોટી સંખ્યામાં બહાર નીકળી હતી છેલ્લા એક માસથી સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ જોન જાહેર કરાયો છે અને સિલ કરાયો છે ચારે બાજુ પતરાઓ મારી દેવાયા છે હાલ સ્થિતિ નિયત્રણ હેઠળ છે જેથી મુક્ત કરવાની માંગ સાથે અહીં વિસ્તારની મહિલાઓના ટોળા એકઠા થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો અને અહીં વિસ્તારના લોકોએ રજૂઆતો કરી હતી અને સરકારી તંત્ર દ્વારા પગલાં લઈ કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી મુક્તિ મળશે તો લોકોને રાહત મળશે તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here