લોકડાઉન ખુલી જાય તો પણ સ્થિતી ચિંતાજનક હશે, મોટાભાગના પરપ્રાંતીય કામદારો વતન ચાલ્યા ગયા અને બાકી બચ્યા તે પણ અહિં રહેવા માંગતા નથી

હરેશ પવાર
વૈશ્વિક મહામારીના પગલે જાહેર કરાયેલા લોકડાઉનની અવળી અસર નાના મોટા તમામ ધંધાથી માંડીને મોટા મોટા ઉધોગો સુધી પડી છે. હવે આ ઉધોગોને ધમધમતા કરવા મુશ્કેલ બન્યા છે. કેમ કે, લોકડાઉન ખુલી જાય તો પણ વતન ગયેલા શ્રમિકો પાછા ન ફરે ત્યાં સુધી ઉધોગોમાં ધમધમાટ જોવા મળશે નહિં સિહોરની જીઆઇડીસીમાં અનેક રોલિંગમિલો અને કારખાનાઓ આવેલા છે જેમાં મોટાભાગે પરપ્રાંતીય કામદારો કામ કરે છે. પણ હવે આ પરપ્રાંતીય મજુરો તેમના વતન ભેગા થઈ જતા ઉધોગો શરૂ કરવામાં મુશ્કેલી પડશે.

લોકડાઉન ખુલી જાય તો પણ યુપી, બિહાર, રાજસ્થાન સહિતના રાજયોના કામદારો મજુરો પાછા ન આવે ત્યાં સુધી ઉધોગો તેમની પૂર્ણ ક્ષમતાથી ધમધમતા કરવા મુશ્કેલ છે. પોતાના વતન ગયેલા મજુરો ચોમાસામાં ખેતીમાં લાગી જશે. એટલે તેમનું પાછા આવવુ ઓર મુશ્કેલ બનશે. એટલે હવે ઉધોગકારો માની રહ્યા છે કે, દિવાળી પછી જ પ્રોડકશનની કામગીરી પાટા પર ચઢશે સિહોર સાથે જિલ્લામાંથી પણ મોટાભાગના કામદારો વતન ચાલ્યા ગયા છે અને જે બચ્યા છે તેઓ પણ વતન જવાની જીદ પકડીને બેઠા છે.

ખાસ કરીને સિહોર જીઆઇડીસીમાં કારખાના અને ફેકટરીઓ ઔાધોગિક એકમોમાં કામ કરતા પરપ્રાંતિયોઓ મોટા પ્રમાણ છે એટલે કામદારોના વતન જવાથી આગામી મહિનાઓ સુધી સ્થિતિ સામાન્ય થવાની કોઈ શકયતા હાલ દેખાતી નથી. તેમના જવાથી પ્રોડકશનમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાશે. પરિણામે, ઉધોગોને કરોડો રૃપિયાનું નુકશાન પહોંચવાની દહેશત વ્યકત કરાઈ છે. લોકડાઉન ખુલી જાય તો પણ પરપ્રાંતીય કામદારોની ગેરહાજરીમાં વેપાર ધંધા ચલાવવા જરાય સરળ નહિ હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here