સ્ટેટ કોરોના ટીમની સિહોર ખાતે મુલાકાત

હરેશ પવાર
હાલની પરિસ્થિતિમાં સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે સ્ટેટ કોરોના ટીમે સિહોર ખાતે મુલાકાત લઈ સમીક્ષા કરી હતી સ્ટેટ ટિમ આજરોજ સિહોર તાલુકામાં મુલાકાત લેવામાં આવેલ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી અને તાલુકા ટીમ સાથે જલુનાં ચોકની મુલાકાત લીધેલ જેમાં સીસીટીવી કેમેરા ની દ્રારા તપાસ આશા બહેનો, આંગણવાડી બહેનો,ફીમેલ હેલ્થ વર્કર દ્રારા ચાલતા દૈનિક સવેઁલન્સ ની કામગીરી ની તપાસણી કરેલ અને સ્થાનિક લોકો સાથે કોરોના વિશે તૈમજ કોઈ અગવડતા નથી ને?તે બાબતની તપાસ કરેલ.

આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર સિહોર ની મુલાકાત લીધેલ અને પરપ્રાંતીય મજુરોને આપવામાં આપતા નો સીમ્પટમ સટીઁફિકેટ અંગેની કામગીરી ની પ્રશંસા કરેલ.આ ઉપરાંત તેઓ દ્રારા ગરીબ અને નિરાધાર લોકોને વિનામૂલ્યે ટીફીનસેવા પુરી પાડતી સંસ્થાની મુલાકાત લઈ આ કામગીરીને પણ બિરદાવેલ ડો.વૈધ સાહેબ દ્રારા કોરોના કામગીરી અંગે સંતોષ અને આનંદ વ્યક્ત કરેલ તેમના માર્ગદર્શન બદલ સમ્રગ જીલ્લા તંત્ર દ્રારા આભાર વ્યક્ત કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here