સૌથી મોટો ઘસ્ટસ્ફોટ: અ.. ધ..ધ..૩૮ લાખ ચાઉ કરવાની પેરવી માં હતું પાલિકા, સિહોરમાં નવા ફિલ્ટર પ્લાન્ટને વગર વાપર્યે જ રીપેરીંગ કરવા જઈ રહી હતી પાલિકા, જેનો ખર્ચ ૩૮ લાખ, એજન્સીના કર્મચારીએ કહ્યું ૪ લાખમાં થઈ જશે

ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે શાશક અને વિપક્ષી સભ્યો મેદાને, કડાકા ભડાકાના એંધાણ

બ્રિજેશ ગૌસ્વામી – હરેશ પવાર
સિહોરમાં આશરે આઠ નવ વર્ષ પહેલાં નવો ફિલ્ટર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટને ઉભો કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા હતા. સાથે દુઃખની વાત પ્રજા માટે એ છે કે આજ દિવસ સુધી આ પ્લાન્ટ ના શ્રી ગણેશ કરવામાં નથી આવ્યા. એજન્સી દ્વારા પ્લાન્ટ એક વર્ષ ચલાવી આપવાની બાંહેધરી દીધી હોવાની વાત સૂત્રો પાસેથી મળી છે. જેમાં સિહોર નગરપાલિકા તંત્રના નસે નસમાં ભ્રષ્ટાચાર દોડી રહ્યો છે જેની અનેક ઘટનાઓમાં સિહોર સાક્ષી બન્યું હશે. આજે ફરી જે પ્લાન્ટ વપરાશ કરવામાં આવ્યો નથી.

તેના રીપેરીંગ ખર્ચ કરવા માટે થઈને પાલિકા દ્વારા ૩૭ લાખ રૂપિયાનો ખર્ચો બતાવતા વિપક્ષના સભ્ય મુકેશભાઈ જાની અને નગરસેવક ભાજપ અગ્રણી દીપસંગભાઈ રાઠોડ અને ડાયાભાઈ રાઠોડે વિપક્ષી નેતા કિરણભાઈ ઘેલડા અલ્પેશ ત્રિવેદી જયેશ રાઠોડ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે સિહોર નગરપાલિકા દ્વારા જનરલ બોર્ડની મિટિંગમાં કોઈ રજુઆત કર્યા વગર ૩૭ લાખનો રીપેરીંગ ખર્ચ કરવા માટેનું એસ્ટીમેન્ટ મુકવામાં આવ્યું હતું. ત્યારે બંને નગરસેવકો દ્વારા આવડું મોટી એસ્ટીમેન્ટ ની વિગતો માગતા તેના કાગળમાં એવું ધ્યાને આવ્યું હતું કે લોકાપર્ણ પહેલા જ ૩૭ લાખનું કામ પ્લાન્ટમાં બાકી હતું.

ત્યારે આ રજુઆત દરમિયાન ફિલ્ટર પ્લાન્ટ એજન્સીના અધિકારી પાસેથી મૌખિક વાતચીતમાં જાણવા મળ્યું હતું કે આ રીપેરીંગ ખર્ચ ૪ લાખમાં પણ થઈ જઈ શકે છે. હજુ સુધી નગરપાલિકા ને એજન્સી દ્વારા પ્લાન્ટ સુપરત કરવામાં આવ્યો નથી તો આ રીપેરીંગના નામનો ખર્ચના નામે ભ્રષ્ટાચાર કોણ કરવા માગે છે તે જ મોટો પ્રશ્ન છે. નગરપાલિકા દ્વારા એજન્સી ને નોટિસ આપીને પ્લાન્ટ ને તૈયાર કરીને સુપરત કરવા માટે કહેવું જરૂરી છે. સિહોરની પ્રજાએ એક ટીપું પાણી પણ હજુ સુધી પ્લાન્ટ નું પીધું નથી. વિકાસ માટે અલગ અલગ આવતી ગ્રાન્ટ આવી રીતે ભ્રષ્ટાચારમાં ઓગળી જાય છે અને સિહોર સાચા વિકાસ માટે ઝંખે છે.

આ અંગે વિવાદાસ્પદ ફિલ્ટર પ્લાન્ટ ફરી બજારમાં ચર્ચામાં આવ્યો છે. સમગ્ર બાબતમાં જ્યાં સુધી પ્રજા જાગૃત નહિ થાય ત્યાં સુધી આવા ભ્રષ્ટાચાર કરતા શાસકો પ્રજા ઉપર રાજ કરશે. સિહોર નગરપાલિકા તંત્ર અને શાશકો કઈ રીતે વહીવટ કરે છે તે લોકોના સમજ બહારની વાત છે ભષ્ટાચારમાં ગળાડૂબ તંત્ર અને શાશકોના વહીવટ સામે અનેક સવાલો ઉભા કરનારો પ્રોજેકટ ફરી ચર્ચામાં આવ્યો છે જે પ્રોજેકટ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છે અને એક ટીપું પાણી શહેરની જનતા પીધું નથી ફરી તે પ્રોજેકટ પાછળ તંત્ર અને સત્તાધીશો લાખ્ખો રૂપિયાનો ધુમાડો કરવાની વેતરણમાં હોવાનું સામે આવ્યું છે.

જ્યારે કરોડો રૂપિયા ખર્ચી લોકાર્પણ થયા..વર્ષો પછી પણ આ ફિલ્ટર પ્લાન્ટ માંથી શહેરની પ્રજાએ એક ટીપું પણ પાણી પીધું નથી..ફરી શરૂ કરવા માટે લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવા પાછળ તંત્ર અને શાસકોનો આ લોજીક સમજવા જેવો છે નરેન્દ્ર મોદી જાહેરમાં દાવો કરે છે કે ખાતો નથી અને ખાવા દેતો નથી પરંતુ અમુક નેતાઓ જ્યાંથી મળે ત્યાંથી લૂંટી લેવાની પેરવીમાં હોય છે તેનો ઉત્તમ નમૂનો અહીં સ્થાનિક લેવલે જોવા મળે છે આ મામલે આવતા દિવસોમાં આ મુદ્દે કડાકા ભડાકા થશે તે નક્કી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here