ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે મીડિયામાં હાઇલાઈટ થવા આરોપો કરે છે, હજુ માત્ર ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવાની ચર્ચાઓ કરી છે, કોઈ કામો આપી દેવાયા નથી, દીપ્તિબેન ત્રિવેદી

મિલન કુવાડિયા
સિહોર નગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટનો મુદ્દો છેલ્લા બે દિવસથી ચર્ચાના ચગડોળે ચડ્યો છે સમગ્ર મામલો શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે શાશક અને વિપક્ષ સભ્યોએ ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે ગઈકાલે ગંભીર આરોપો લગાવ્યા છે જેને લઈ સ્થાનિક રાજકારણના હડકંપ મચ્યો છે ગઈકાલે ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે સિહોર નગરપાલિકા શાશક અને વિપક્ષ નગરસેવક દીપશંગભાઈ રાઠોડ, કિરણભાઈ ઘેલડા, મુકેશ જાની, ડાયાભાઈ રાઠોડ, અલ્પેશ ત્રિવેદી, જયેશ રાઠોડ દ્વારા ફિલ્ટર પ્લાન્ટની સ્થળ મુલાકાત કરીને ગંભીર આક્ષેપો કર્યા હતા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ફિલ્ટર પ્લાન્ટ એક વખત પણ શરૂ કરાયો નથી લોકાર્પણ પણ બાદ એક ટીપું પાણી સિહોરની જનતાએ આ ફિલ્ટર માંથી પીધું નથી તે હકીકત છે.

ત્યાં જ ફરી નગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટ માટેના રીપેરીંગ માટે ૩૮ જેવો ખર્ચ કરવા જઈ રહી હતી ત્યાં જ ફરી શાશક અને વિપક્ષ સભ્યોએ ગઇકાલે ભારે હોબાળો મચાવ્યો હતો જેને લઈ આજે સિહોર નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીએ આજે મીડિયા સામે આવીને જણાવ્યું હતું કે ફિલ્ટર પ્લાન્ટ રીપેરીંગ માટેની હજુ ચર્ચાઓ ચાલે છે અને માત્ર આક્ષેપો થયા તે મીડિયામાં હાઇલાઇટ થવા માટેના આરોપો છે હજુ સુધી આ બાબતે કોઈ કામો અપાયા નથી વધુમાં કહ્યું હતું કે અમારૂ કામ સિહોર શહેરના લોકો શુદ્ધ પાણી પીવે તે હેતુ છે કોઈ ભષ્ટાચારની વાત નથી હજુ સુધી ફિલ્ટર પ્લાન્ટ રીપેરીંગનો કોઈ ઠરાવ થયો નથી..નથી બિલ ચુકવાયુ..માત્ર નગરસેવકો મીડિયામાં હાઈલાઈટ થવા માટે ખોટા આરોપો કરે છે તેવું નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here