એક તરફ ગરીબી અને બીજી તરફ અધિકારીઓની માનવતા: રાજકોટથી ઉત્તરપ્રદેશ પગપાળા નીકળેલા ૧૬ પરપ્રાંતિયો સિહોર નજીક ગામડામાં ભુલા પડ્યા

મિલન કુવાડિયા
લોક ટાઉનના ત્રીજા તબક્કા સાથે જ સરકારે પરપ્રાંતિયોને તેમના વતન જવાની મંજૂરી આપી છે તેમજ વતન મોકલવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ઘણા એવા લોકો છે તેમની પાસે ટિકિટના પૈસા પણ નથી. પરિણામે પગપાળા અથવા તો સાઇકલ લઈને પણ વતનની વાટ પકડવા શ્રમિકો મજબૂર બની રહ્યા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજકોથી ઉત્તરપ્રદેશ જવા નીકળેલા ૧૬ શ્રમિકો સિહોરના એક ગામડામાં ભૂલ્યા પડ્યા હતા એક તરફ સરકાર દ્વારા જે તે ક્ષેત્રના લોકોને તેમના વતન જવા દેવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે બીજી બાજુ અનેક શ્રમિકોને પગપાળા નિકળી પડવાનો વારો આવ્યો છે.

રાજકોટથી ઉત્તરપ્રદેશ જવા માટે ૧૬ જેટલા શ્રમિકો પગપાળા નીકળી પડયા હતા જે આજે સિહોર નજીકના તરશિંગડા ગામે ભુલા પડ્યા હતા જ્યાં સ્થાનિકો દ્વારા શંખનાદ સંચાલક મિલન કુવાડિયાનો સંપર્ક કરીને પગપાળા નીકળેલ શ્રમિકો વિશે માહિતી આપી હતી..સંચાલક મિલન કુવાડિયા દ્વારા તરશિંગડા ગામના સ્થાનિકોને કહ્યું..તમેં એ તમામ લોકોને સિહોરના રેસ્ટ હાઉસ સુધી પોહચાડી આપો..બાદમાં આ શ્રમિકો સિહોરના રેસ્ટ હાઉસ આવી પોહચ્યા બાદ સંચાલક દ્વારા શ્રમિકોની તમામ વિગતો મેળવી હતી.

બાદમાં સિહોર મામલતદાર કચેરી ખાતે ફરજ પરના અધિકારી ચિંતનભાઈનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા બાદ ચિંતનભાઈ કહ્યું કે બહારના રાજ્યો જવા માટે હવે ઓનલાઈન બુકીંગ બંધ થયું છે છતાં સાહેબ સાથે વાત કરું છું એટલા અરસામાં થ્રી વ્હીલ ટેમ્પામાં આ તમામ શ્રમિકોને મામલતદાર ઓફિસ સુધી પોહચાડાયા હતા શંખનાદ સંચાલક અને તમામ અધિકારીના મનમાં એક સવાલ હતો આ શ્રમિકો આ કાળા કોપ તાપમાં ઉત્તરપ્રદેશ ક્યારે અને કેવી રીતે પોહચે.? તે સવાલો વચ્ચે પ્રાંત અધિકારી અને મામલતદાર ટિમો દ્વારા તમામ શ્રમિકોના મેડિકલ ચેકઅપ કરાવી તમામના રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ જ્યાં સુધી ઉત્તરપ્રદેશ ટ્રેન જવા માટે નક્કી ન થાય..ટીકીટ બુકીંગ ન થાય..ત્યાં સુધી તમામ જરૂરિયાત પૂરી પાડવાની અધિકારીઓ ખાતરી આપતા આ તમામ શ્રમિકોના જીવમાં જીવ આવ્યો છે.

હાલ તમામ શ્રમિકોને સિહોરના મારુતિ દર્શન કોમલેક્સ ખાતે રહેવા અને જમવાની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે અધિકારીઓ પાછળ એક માણસ જીવે છે પરપ્રાંતિયો લોકો હર્ષનાં આંસુ સાથે શંખનાદ સંચાલક અને અધિકારીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું અમે અચાનક અહીં પોહચ્યા છીએ હવે અહીંથી સીધા અમે અમારા ગામ પોહચીશું તેનો ખૂબ આનંદ છે ત્યારે એક તરફ ગરીબી અને બીજી તરફ કપરા કાળમાં અધિકારીઓની માનવતાને સેલ્યુટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here