સિહોર શહેરના મકાતનો ઢાળ જલુનો ચોક જુમ્મા મસ્જિદ પીંજારાનો ઢાળ સહિત વિસ્તારોને કલસ્ટર ઝોનમાંથી મુક્ત કરો: નગરસેવકોની રજુઆત

બ્રિજેશ ગૌસ્વામી
વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે સમગ્ર દેશ સાથે સિહોરમાં પણ કોરોનાએ એન્ટ્રી આપી છે એક જ પરિવારના પાંચ સભ્યોને આ વાઇરસે બાનમાં લીધા છે ૧૩ એપ્રિલના રોજ રાત્રીના સમયે જલુનાચોક વિસ્તારમાં એક યુવકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખીને સમગ્ર વિસ્તાર સિલ કરી દેવાયો હતો જે વિસ્તારોને મુક્ત કરવા નગરસેવકોએ રજુઆત કરી છે નગરસેવકોનું કહેવું છે કે સિહોર શહેરમાં તા.૧૩/૪/૨૦૨૦ ના રોજ રાત્રે ૧૦:૩૫ કલાકે એક કેસ પોઝીટીવ બાદ તેજ દિવસે આરોગ્ય તંત્ર દ્રારા ઉપરોક્ત સમગ્ર વિસ્તાર ને કલસ્ટર ઝોન જાહેર કરેલ અને સમગ્ર વિસ્તારને સિલ કરી દેવાયો છે.

અહીં અત્યંત ગરીબ પરિવારો રહે છે અને ૧૩ એપ્રિલે જ્યારે સિહોરમાં કોરોનાએ એન્ટ્રી આપી ત્યારથી તે પરિવાર તબીબોની સારવાર હેઠળ છે આજ દિવસ સુધી અન્ય કોઈ કેસ આવેલ નથી છતાં ૨૮ દિવસથી આ વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે વિસ્તારમાં મોટાભાગના ગરીબી રેખા નીચે જીવતા લોકો રહે છે અને સરકારશ્રી ની સહાઈથી પણ આ વિસ્તાર વંચિત છે આજે લોકડાઉન ને ૪૭ મો દિવસ થઈ ગયેલ છે ત્યારે વિસ્તારના મોટાભાગના લોકો છુટક મજુરી કે લારી ગલ્લા લગતા ધંધાઓ કરતા હોય છે.

જેમને ૪૭ દિવસથી કોઈપણ આવકનું સાધન ન હોવાને લઈ ને હાલમાં બેકાર છે.જેના કારણે રોજબરોજની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ધરમાં ઉપલબ્ધ નથી તેમજ કોઈ ઉધાર પણ આપે તેવી સ્થિતિ નથી જેથી તાકીદે ઘટતું કરવા નગરસેવક મુકેશ જાની, કિરણભાઈ ઘેલડા, ઇકબાલ ઘાંચી સહિત નગરસેવકએ રજુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here