રવીપાક ના મબલક ઉત્પાદન સામે માર્કેટમાં વેચાણની ચેઇન તૂટી પડી

દર્શન જોશી
ભારત એ ખેતી પ્રધાન દેશ છે. મોટા ભાવનો વર્ગ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલ છે. જેમાં લોકડાઉન લાગુ પડતા જગતનો તાત લાચાર બની ગયો છે. વીતેલા વર્ષોમાં દુષ્કાળ, કુદરતી આપતી, કમોસમી વરસાદ વગેરે જેવા કુદરતી પરિબળ થી ખેડૂત પાયમાલ થઈને દેવાના બોજ નીચે દબાઈ ગયો છે. પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ હવે કોરોના વાયરસના લોકડાઉન એ કરી નાખી છે. આવી ખેડૂતોની પરિસ્થિતિને સમજીને સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવા માટે થઈને હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરેલ નથી.

ખેડૂતોની સ્થિતિ કહેતા ખેડૂત આગેવન નરેશ ડાખરાંએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને ટેકો કરવા ગત વર્ષના પાક નુકશાનીનું પૂરું વળતર આપવું જોઈએ, ગત વર્ષના પાક વિમાની ત્વરિત ચૂકવણી કરવી જોઈએ, ખેડૂતોના રવીપાક પેદાશોને દરેક તાલુકા કક્ષાએ ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ, ચાલુ વર્ષે ખરીફ પાક વાવેતર માટે ખાતર અને બિયારણ અને દવાની તગાવી સહાય જાહેર કરવી જોઈએ જેવા અનેક ખેડૂતોને ફરી બેઠો કરી શકે તેવી યોજનાઓ સરકાર દ્વારા ત્વરીત જાહેર કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here