નીતિનભાઈ મહેતા જયેશભાઈ ધોળકિયા અને અન્ય સભ્યો દ્વારા તંત્રને રજૂઆત કરીને ધંધા રોજગાર ખોલવાની કરી માંગ

હરેશ પવાર
સમગ્ર દેશમાં છેલ્લા ૪૮ દિવસથી લોકડાઉનની સ્થિતિ છે દેશમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ શિવાઇ તમામ ધંધા રોજગારને તાળા લાગેલા છે કોરોનાના કાળ વચ્ચે દિવસે દિવસે વેપારીઓની આર્થિક સ્થિતિ કફોડી થતી જાય છે બીજી બાજુ મોટા ઉદ્યોગને બહારના રાજ્યના મોટાભાગના પરપ્રાંતિયો મજૂરો પોતાના વતનમાં જતા રહ્યા હોવાના કારણે ઉદ્યોગ જગત બેઠો થઈ શકે તેવી સ્થિતિ હાલ દેખાતી નથી ત્યારે સિહોર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે વેપાર ધંધા નાના ઉદ્યોગ શરૂ કરવા તંત્રને તાકીદ કરી છે ચેમ્બરના નીતિનભાઈ મહેતા જયેશભાઈ ધોળકિયા અને અન્ય ઉદ્યોગપતિઓ વેપારીઓને વ્હારે આવ્યા છે.

તંત્રને રજૂઆતો કરીને કહ્યું છે કે નાના ધંધા રોજગાર વેપાર શરૂ કરવામાં આવે દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગ ચેમ્બર દ્વારા કરવામાં આવી છે લોકડાઉન વચ્ચે વેપારીઓની હાલત અત્યંત ખરાબ થઈ છે અનેક વેપાર ધંધા બંધ હોવાના કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે સિહોર ચેમ્બરના નિતીનભાઈ મહેતા અને અન્ય ઉદ્યોગપતિઓ દ્વારા તંત્રને રજૂઆત કરીને વેપાર ધંધા શરૂ તેમજ આ અંગે ઘટતું કરવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here