કોરોમાં સંક્રમિત વિસ્તારમાં સતત ફિલ્ડ વર્ક કરીને સંક્રમણ અટકાવવા અથાક પ્રયાસો પોતાની ટિમ સાથે કરી રહ્યા છે જયેશ વકાણી & ધ્રુવી વકાણી

હરેશ પવાર
વિશ્વમાં કોરોનાના કહેર સામે લડી રહ્યું છે. જેમાં તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ રાત દિવસ કોરોના દર્દીઓની સારવાર પોતાના તથા પોતાના પરિવાર ના જીવના જોખમે કરી રહ્યા છે. આવું જ એક તબીબ દંપતી કે જે કોરોના સંક્રમિત વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે એ પણ પોતાની ૮ વર્ષની દીકરી ને મૂકીને. વાત છે સિહોરના તાલુકા હેલ્થ ઓફિસર ડો. જયેશ વકાણી અને તેમના પત્ની ડો. ધ્રુવી પનારા વકાણી જે ભાવનગર કણબીવાડ અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ નિભાવી રહ્યા છે.

સિહોરમાં જલુના વિસ્તારમાં આવેલા પોઝિટિવ કેસ બાદ ડો.જયેશ વકાણી તેમની ટિમ સાથે સતત અહીં આરોગ્ય તપાસ કરીને કોરોના સંક્રમણ ને અટકાવવા માટે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત હાલમાં પર પ્રાંતીય મજૂરો ને તેમના નિજવતન પરત જવા માટે આરોગ્ય અંગેની જરૂરી તપાસ કરીને તેમને પ્રમાણપત્ર આપીને પ્રશંસા પાત્ર કામગીરી કરી રહ્યા છે. ત્યારે ભાવનગરના કોરોના સંક્રમણ વિસ્તાર કણબીવાડ અર્બન સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે જ્યાં કોરોના પોઝિટિવ કેસો વધારે છે. તેમની અગ્રીમ કામગીરીમાં તેઓ સતત વિસ્તારમાં જઈને કોરોનાનું વહેલું નિદાન કરીને પોઝિટિવ આવતા કેસોને હોસ્પિટલમાં પહોચાડવા અને સંક્રમિત થયેલા કેસોને સમરસ ખાતે શિફ્ટ કરવા જેવી કામગીરી રાઉન્ડ ધ ક્લોક કરી રહ્યા છે.

તેઓ સતત વિસ્તારમાં રહીને કોરોના વાયરસને રોકવા માટે પોતાની ટિમ સાથે કામ કરી રહ્યા છે. જ્યારે આ દંપતી ની નોંધનીય બાબત એ છે કે તેઓને આઠ માસની દીકરી છે અને તેઓના માતાપિતા સિનિયર સીટીઝન છે. જેના લીધે તેમનો પરિવાર કોરોનાની હાય રિસ્ક કેટેગરીમાં આવે છે. છતાં આ કોરોના વોરિયર્સ તબીબ દંપતી પરિવારની પરવા કર્યા વગર પોતાનો તબીબ ધર્મ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. આવા તબીબના ઉદાહરણ લોકો માટે પ્રેરણા સાબિત થાય છે. લોકોના રક્ષણ માટે આવા તબીબ પરિવાર પોતાના પરિવાર ની પણ પરવાહ કર્યા વગર રાત દિવસ કોરોના સામેની જંગ લડી રહ્યા છે ત્યારે આપણે ઘરમાં રહીને પ્રશાશનને સહકાર આપવો જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here