આ રોડની દશા કેમ તમારી આંખે દેખાતી નથી, અહીં માણસ નહિ..ઢોર રહે છે.? તમારી જાતને સવાલ કરો તો જવાબ મળી જશે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના ટાણા રોડની દશા અને કંગાળ બનેલી હાલત કેમ તમારી આંખોને દેખાતી નથી કે પછી આંખો મોતિયાના રૂપમાં ફેરવાઈ છે કેમ અહીં માણસ રહેતા નથી.? તે સવાલ શહેરના હજારો લોકોના મનમાં ઉઠી રહ્યો છે તમારા દિલે હાથ રાખીને તમારી જાતને સવાલ પૂછજો કે ટાણા રોડની દશા કેમ બરોબર છે જો અંદરથી અવાજ આવે તો માનજો કે તમારો આત્મા અને માંયલો જીવે છે બીજી તરફ સિહોર નગરપાલિકા વિસ્તારમાં વિપક્ષ ના ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો થતા નથી તેવી ચર્ચાઓ થોડા સમયથી ચાલી છે.

જોકે શહેરના અસંખ્ય દાખલા અને ઉદાહરણો આપી શકાય કે લોકોના જનાધર અને મતોથી વિપક્ષ ના જીતેલા ઉમેદવારોના વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ જોવા મળે છે તે વાસ્તવિક છે જેમનું માત્ર એક જ કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિ વિપક્ષના છે જેથી સત્તામાં બેઠેલા લોકો પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ ઓરમાયું વર્તન રાખતા હોય છે ખાસ કરીને ટાણા ચોકડીની આગળ ભીમનાથ મંદિરથી સુરકાના દરવાજા અને ટાણા રોડ ફાયરિંગ બટ સુધીની રોડ રસ્તાની હાલત એટલી ખરાબ અને દયનિય બની ગઈ છે કે પસાર થનાર લોકો મહા મુસીબત અને જીવના જોખમે વાહનો પસાર કરે છે કહેવાય કે જરા પણ રોડની હાલત સારી નથી.

બીજી તરફ ગતિશીલ ગુજરાત અને ડિજિટિલ ઇન્ડિયાની પોકળો અહીં ખુલ્લી પડે છે તંત્ર અને સત્તામાં બેઠેલા લોકો અહીં વસતા લોકોની માણસમાં ગણતરી નહિ કરતા હોય અને વાહન લઈ પસાર થનાર વાહન ટેક્સ સરકારને નહિ ચૂકવતા હોઈ તેવું સ્પષ્ટ દેખાઈ છે અહીંથી દરેકે પસાર થવું પડે છે પણ કોણ જાણે આંખે પાટાઓ બાંધીને અધિકારી પદઅધિકારી પસાર થતા હશે અને લોકોની મુશ્કેલીઓ કદાચ નહિ દેખાતી હોઈ એટલે જ કહેવું અતિશયોક્તિ નથી કે અહીં માણસ નહિ ઢોર રહે છે..? તમે તમારી જાતને સવાલ કરીને જવાબ મેળવી લેજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here