સિહોર જલુનાચોક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી મુક્ત કરવા મહિલા નગરસેવીકાએ કરી માંગ, આવેદન સાથે રજૂઆત

દેવરાજ બુધેલીયા
સિહોર મકાતનોઢાળ, જલુનોચોક, પિંજારા ઢાળ, જુમ્મા મસ્જિદ સહિતના વિસ્તારો તા/૧૪/૪/થી સિલ કરવામાં આવ્યા છે સિહોરનો પ્રથમ કોરોના પોઝિટિવ અહીં વિસ્તારમાંથી આવ્યો હતો જેથી બેરીટેક પતરાઓ મારીને સમગ્ર વિસ્તારને તંત્ર દ્વારા સિલ કરાયો હતો જોકે જે યુવક કોરોનાગ્રસ્ત થયો હતો તે પરિવારના તમામ સભ્યોને તે જ દિવસે કોરોન્ટાઇન કરી લેવાયા હતા જેમાં ક્રમશ પરિવારના પાંચ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હતો જોકે તમામ સભ્યો સમરસમાં તંત્રની સારવાર હેઠળ હતા જેથી ચિંતાનો વિષય નથી ત્યાર બાદ આજ સુધીના સમયમાં અહીં વિસ્તારમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ નથી થતા પ્રથમ કેસને એક મહિનો પૂરો થયો છે.

અહીં વિસ્તારમાં મોટાભાગના લોકો શ્રમિક અને ગરીબ પરિવારો રહે છે જેઓની હાલત કફોડી અને દયનિય બની છે બીજી બાજુ મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલે છે જેથી અહીંના રહીશોને બેહદ તકલીફ વેઠવી પડે છે જેથી આ વિસ્તારને હવે કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી મુક્ત કરવા મહિલા નગરસેવક વહીદાબેન પઢીયાર દ્વારા પ્રાંત અધિકારીને રજુઆત કરીને માંગ કરી છે ઉલ્લેખનીય છે.

અગાઉ પણ આ વિસ્તારને આગેવાનો દ્વારા અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરીને હવે કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી મુક્તિ આપવાની માંગણી કરવામાં આવી હતી ગઇકાલે વિપક્ષના મુકેશ જાની કિરણભાઈ ઘેલડા દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આજે મહિલા નગરસેવીકા દ્વારા આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી મુક્તિ આપવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here