માનવતા: સિહોરની શાકમાર્કેટના ફેરિયાઓને લાયન્સ કલબે કાળા કોપના તડકાથી બચવા છત્રીઓ આપી

દેવરાજ બુધેલીયા
સિહોર લાયન્સ કલબ સેવાકીય પ્રવૃત્તિમાં હમેશા અગ્રેસર રહ્યું છે વિવિધ મેડિકલ કેમ્પ હોઈ કે દર્દીઓની સારવાર લાયન્સ કલબ હંમેશા સેવા કેમ્પો ચલાવે છે હાલ કોરોનાની મહામારી ચાલે છે બીજી તરફ ઉનાળો મધ્યે તપેલો છે આકરી ગરમી અને તાપે લોકોની મુશ્કેલી વધારી દીધી છે બીજી બાજુ કોરોનાના કપરા કાળમાં સિહોરની શાક માર્કેટ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવવામાં આવી છે હાલ ઉનાળાની ગરમી અને તડકાના કારણે ફેરિયાઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

અસંખ્ય ફેરિયાઓ શાકભાજી અને ફ્રુટ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે સિહોર લાયન્સ કલબે ફેરિયાઓ પ્રત્યે માનવતા દેખાડી છે તડકાથી બચવા છત્રીઓ તેમજ ટોપી અને શરબત વિતરણ કરાયું હતું આ પ્રસંગે ડે કલકેટર રાજેશ ચૌહાણ, મામલતદાર નિનામા, પીઆઇ ગોહિલ સહિત અધિકારી કર્મચારી, અને લાયન્સ કલબના મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here