કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા મીડિયા કર્મી અને પ્રશાશન કર્મીઓને કીટ વિતરણ કરાઈ

દેવરાજ બુધેલીયા
કોરોના મહામારી સામે લોકોને રક્ષણ મેળવવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ઉકાળા બનાવામાં આવ્યા છે. કોરોના સામે પ્રજાનું રક્ષણ કરતા કોરોના વોરિયર્સ માટે સિહોરના આયુર્વેદિક ડો.ગંભીરસિંહ ચૌહાણ દ્વારા એક મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના સામે લડીને લોકો સુધી સાચી માહિતી આપતા મીડિયાકર્મીઓ અને પ્રશાશન ના કર્મચારીઓને ઉકાળા ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે તેમણે કોરોના સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક ઉકાળા અને હરરોજના ભોજનમાં જુના મરી મસાલા નો વધુ ઉપયોગ કરીને પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ જેથી કરીને કોરોના ના જીવાણુ સામે પોતાનું રક્ષણ મેળવી શકાય. આ સાથે તેમણે કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવતા કર્મીઓના સારા સ્વાસ્થ્ય ની શુભકામનાઓ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here