નાના બાળકો સાથે વતન જઇ રહેલાં પરપ્રાંતિયોની હાલત અતિ દયનીય

મિલન કુવાડિયા
સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન ધંધા-રોજગાર ઠપ્પ થવાના કારણે પરપ્રાંતિયોની હાલત કફોડી બની જવા પામી છે ત્યારે આ પરિવારો પોતાના વતન તરફ જવા માટે આતુર બન્યા છે. તો તંત્ર દ્વારા પણ શ્રમિકોને પોતાના વતનમાં મોકલવા માટે કામગીરી શરૂ કરી છે ત્યારે ઘણા પરિવારોની પાસે ધંધા રોજગાર નહીં હોવાથી વતન જવા માટે પણ અનેક યાતનાઓનો સામનો કરીને રહ્યાં છે. હાલમાં ગરમીના દિવસો ચાલી રહ્યાં છે ત્યારે નાના બાળકો સાથે સરકારી પ્રક્રિયા પુર્ણ કરીને વતન પરત જઇ રહેલા લોકોની હાલત દયનીય બની જવા પામી છે.

કોરોના મહામારી વચ્ચે ચાલી રહેલાં લોકડાઉનમાં અનેક વેપાર ધંધા ઠપ્પ થવાના કારણે અન્ય રાજ્યમાંથી આવીને સિહોરમાં રોજગારી મેળવી રહેલાં લોકોને હાલમાં આર્થિક ઉપાર્જન નહીં હોવાના કારણે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બન્યું છે ત્યારે પરપ્રાંતિયો પોતાના વતન તરફ જવા માટે મજબુર બન્યા છે. ધંધા – રોજગાર બંધ થઇ જવાના કારણે મોટી સંખ્યામાં હાલ પરપ્રાંતિયો પોતાના વતન તરફ જવા માટે દોટ લગાવી રહ્યાં છે.

તો વહિવટી તંત્ર દ્વારા પણ શ્રમિકો પોતાના વતન તરફ જઇ શકે તે માટે કામગીરી શરૂ કરી છે. વહિવટી તંત્ર દ્વારા પણ છેલ્લા ઘણા દિવસથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જેનું રજીસ્ટ્રેશન કન્ફર્મ થયા બાદ તેમને રેલ્વે સ્ટેશન સુધી મુકી આપવાની કામગીરી કરવામાં આવતી હોય છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ રાજસ્થાન તરફ જતાં શ્રમિકોને તબક્કાવાર બોલાવવામાં આવી રહ્યાં છે અને સરકારી નીતિ નિયમોનું પાલન કરીને મોકલાઇ રહ્યા છે.

ત્યારે ઘણા શ્રમિકો વતન જવાની લ્હાયમાં પરિવાર સાથે કચેરી ખાતે દોડી આવતા હોઈ છે અને સરકારી તંત્ર સમક્ષ કાકલુદી કરીને આજીજી કરે છે નાના બાળકો સહિત મહિલાઓ અને વૃધ્ધોને સાથે રાખીને સરકારી પ્રક્રિયા કરવામાં શ્રમિકોની હાલત પણ દયનીય બની જવા પામી છે. છેલ્લા ઘણા દિવસથી વેપાર ધંધા નહીં હોવાના કારણે આર્થિક નુકસાન વેઠી રહેલાં શ્રમિકો પાસે પુરતાં નાણાં પણ નહીં હોવાથી અનેક યાતનાઓનો સામનો પણ આ લોકોને કરવો પડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here