વેપાર-ધંધા બંધ રખાવવા સરળ ,લોકોના ઘર ચલાવવા અઘરાં, સોશ્યલ ડિસ્ટન્સ સહિત નિયમો હવે લાંબો સમય અનિવાર્ય,

દેવરાજ બુધેલીયા
શહેરી વિસ્તારમાં ઉદ્યોગો શરુ થવા સામે હજુ પણ પ્રશ્નાર્થ, છૂટછાટના નવા નિયમો સ્પષ્ટ,તાર્કિક,પ્રજાલક્ષી સમાન રહે તેવી અપેક્ષાલોકડાઉન વચ્ચે કડક નિયમોનું પાલન કરી મૌન રહીને સિહોરમાં પાનના ગલ્લાથી માંડીને કપડાં,જ્વેલરી શોરૂમના વેપારીઓ અને કારખાનેદારો પચાસ દિવસથી ધંધા-રોજગાર બંધ રાખીને બેઠા છે. વિવિધ આગેવાનો અને સંસ્થાઓએ પણ વારંવાર વેપાર-ધંધાને છૂટ આપવા માંગણી કરી છે. ધંધા રોજગાર બંધ અને સરકારના વેરા,લોન,હપ્તા, ખર્ચ, ટયુશન ફી બધ્ધુ જ યથાવત્ ચાલુ, ઈંધણથી માંડીને સિંગતેલના ભાવમાં મોંઘવારી પણ જારી ત્યારે લોકો ઘરનું ગુજરાન ચલાવવા કાં તો સરકાર સીધી અને પર્યાપ્ત રાહતો આપે  અથવા ખર્ચ કાઢવા ધંધા રોજગાર ચલાવવા દે તેવી માંગણી તીવ્ર બની રહી છે.

જો કે, નાના-મોટા દરેક વેપારીઓ અને ઉદ્યોગકારો હવે એ સમજી ગયા છે કે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, ચેપગ્રસ્ત કોઈ પોતાને ત્યાં ન આવે તે માટે સ્ક્રીનીંગ સહિતનું ધ્યાન રાખવું, બહાર ગામથી આવનારાની માહિતી તંત્રને આપવી, માસ્ક પહેરીને જવું, વારંવાર હાથ ધોવા અને કર્મચારીઓ વગેરે પાસે ફરજીયાત ધોવાનો આગ્રહ રાખવો, જાહેરમાં થુંકવું નહીં અને કોઈને થુંકવા દેવા નહીં  , કોઈ પણ સંજોગોમાં માણસો ભેગા ન થાય તેનું ધ્યાન રાખવું વગેરે નિયમો દરેકે ફરજીયાતપણે અને નિરપવાદ પાાળવાના છે. આવા નિયમો અનુસરીને ધંધા રોજગાર શરુ થવા દેવાય તેવી માંગ વેપારીવર્ગ અને ઉદ્યોગ જગત માંથી ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here