અમને કોઈ પ્રસિદ્ધિની ભૂખ નથી : ચાર મોટા ભષ્ટાચાર થવા દીધા નથી એટલે અમે ખટકીએ છીએ: દીપશંગભાઈ રાઠોડ

નગર સેવકોએ મીડિયાની સામે કેમેરાની આખે ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે લેખિત પુરાવાઓ રજૂ કર્યા – ફિલ્ટર પ્લાન્ટનો મામલો આમને-સામને

બ્રિજેશ ગૌસ્વામી – સંદીપ રાઠોડ
સિહોર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચર્ચાના ચકડોળે ચડેલા ફિલ્ટર પ્લાન્ટનો મુદ્દો હવે સ્થાનિક નેતાઓના અસ્તિવ પર આવીને ઉભો છે ફિલ્ટર પ્લાન્ટ રિપેરીંગમાં ૩૭ લાખના મુદ્દે શરૂ થયેલી લડાઈ હવે સત્ય અને અસત્ય વચ્ચે આવીને ઉભી છે જેને લઈ સમગ્ર મામલાએ સ્થાનિક રાજકારણમાં હડકંપ મચાવીને રાખી દીધો છે એક બાબત નક્કી છે કે જીત આખરે સત્યની થશે..તે સત્યના વિજેતા કોણ હશે તે સમય નક્કી કરશે..પરંતુ સોમવારના દિવસે ફિલ્ટર પ્લાન્ટ રિપેરીંગના મુદ્દે વિપક્ષ અને શાશક સભ્યોના એક ઘટસ્ફોટ પછી ગઇકાલે સિહોર નગરપાલિકાના પ્રમુખ દીપ્તિબેનના નિવેદન બાદ હવે તમામ એક બીજા માટે અસ્તિત્વ અને આરપારની લડાઈ થઈ છે.

ગઈકાલે પ્રમુખે કહ્યું કે ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે હજુ કોઈ ચર્ચાઓ થઈ છે જેના કોઈ ઠરાવો થયા નથી અને અમુક નગરસેવકો માત્ર મીડિયામાં ચમકવા માટે કેટલાક નગરસેવકો ખોટા આરોપો કરે છે જેને લઈ સ્થાનીક નેતાઓ માટે અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે આજે ફરી નગરસેવક મુકેશ જાની, દીપશંગભાઈ રાઠોડ, કિરણભાઈ ઘેલડા ડાયાભાઈ રાઠોડે મિડિયા સામે પુરાવા અને લેખિત કાગળો મુખ્ય જવાબદાર અધિકારી પદાઅધિકારીના સહી સિકકા સાથેના લેખિત પુરાવા કેમેરાની આખે બતાવી પોતે સત્ય હોવાનો ખુલાસો પ્રજા સમક્ષ મુક્યો હતો.

આ બાબતે દીપશંગભાઈ રાઠોડે કહ્યું હતું કે અમને કોઈ પ્રસિદ્ધિની ભૂખ નથી નગરપાલીકામાં ચાર મોટા ભષ્ટાચાર થવા દીધા નથી એટલે અમે ખટકીએ છીએ જ્યારે મુકેશ જાનીએ કેમેરાની આખે લેખિત પુરાવાઓ રજૂ કરીને સ્થાનિક રાજકારણમાં ફરી ગરમાવો લાવી દીધો છે હાલતો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જીત સત્યની હશે તે નક્કી ..આખરે એ સત્ય સમય નક્કી કરશે..પરંતુ લાખ્ખોના આરોપો અને આક્ષેપ વચ્ચે મીડિયામાં ચમકવાનો મુદ્દો શહેરભરમાં ટોક ઓફ ટાઉન બન્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here