અંદાજે અડધા કરોડના મુદામાલ સાથે ચાર ડમ્પરો ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી, નાયબ કલેકટર રાજેશ ચૌહાણ અને મામલતદાર નિનામાની સફળ કામગીરી

દર્શન જોશી
બ્રેકીંગ ન્યુઝ રાત્રે. ૮..૨૦ કલાકે
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮..૨૦ કલાકે મળતી માહિતી મુજબ સિહોરના મામલતદાર ઓફિસ નજીકથી પસાર થતા ચાર ઓવરલોડ ડમ્પર ઝડપાયા છે હાઇવે પર આજકાલ ખાણ ખનિજમાં ચાલતા ડમ્પર ઓવરલોડ અને બેફામ રીતે નીકળતા હોય છે. જેને લઈને આજે સિહોરમાં રાજકોટ ભાવનગર હાઇવે ઉપરથી મામલતદાર કચેરી નજીકથી ચાર ખાણ ખનિજના ડમ્પર ઓવરલોડ સાથે પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન સિહોર નાયબ કલેકટર રાજેશ ચૌહાણ અને મામલતદાર નિનામાં દ્વારા ચારે ડમ્પરની અટકાયત કરીને વિગતો મેળવતા ચારે ડમ્પર માં ઓવરલોડ ભરેલું હતું જેને લઈને ચારે ડમ્પરને ડિટેઇન કરી કાર્યવાહી કરવામાં આવી છે સિહોર નાયબ કલેકટર અને મામલતદારની ટિમ દ્વારા આવા ઓવરલોડ ચાલતા ડમ્પર સામે લાલ આંખ કરવામાં આવી છે. ચારેય ડમ્પરમાં સહિત મુદ્દામાલ સાથે પચાસ લાખ રૂપિયાના માલની અટકાયત કરવામાં આવી હતી અને ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here