સિહોર ફિલ્ટર પ્લાન્ટના ૧.૪૪ કરોડ તો વર્ષોથી ચૂકવાઈ ગયા છે..પ્લાન્ટ શરૂ થયો નથી અને ફરી ૩૭ લાખ રીપેરીંગના સાંભળીને મન વ્યથિત છે, પૂર્વ નગરસેવક મહેશ લાલાણી

બ્રિજેશ ગૌસ્વામી – શ્યામ જોશી
સિહોર નગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટનો મુદ્દો હવે અસ્તિત્વની લડાઈ બની ચુકી છે હાર અને જીત – સત્ય અને અસત્ય વચ્ચે રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે..લાખ્ખો રૂપિયાનો રીપેરીંગ ખર્ચના બહાને મસમોટો ભષ્ટાચારના આરોપો સાથે શરૂ થયેલું ફિલ્ટર પ્લાન્ટનું તાંડવ મીડિયામાં ચમકવા અને હાઇલાઇટ થવા સુધી પોહચ્યું હતું તો બીજી બાજુ ફિલ્ટર રીપેરીંગ થવાના કાયદાકીય લેખિત પુરાવા સાથે કેમેરાની આખે રજૂ કરીને નગરસેવકોએ ગઇકાલે વધુ એક ઘટસ્ફોટ કર્યો હતો ત્યારે હવે સમગ્ર મામલો દરેક સભાસદો અને પ્રમુખના અસ્તિત્વની લડાઈ બની ચૂકી છે અને મામલો જનતાના દરબાર સુધી પોહચી ગયો છે.

આખરે સાચું અને સત્ય શુ છે તે જનતાના દરબારમાં સૌ નગરસેવકો અને વહીવટ કર્તાઓએ ત્રાજવે તોળીને મુકવાનું છે જોકે ગઈકાલે નગરસેવકો ફિલ્ટર પ્લાન્ટના રિપેરીંગના પુરાવા મીડિયાની કેમેરાની આખે બતાવીને પોતે સત્ય હોવાનું સાબિતી આપી હતી પરંતુ આજે આ મામલે નગરપાલિકા પ્રમુખની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી ત્યારે સવાલો અનેક ઉદ્દભવે છે પરંતુ સમગ્ર મામલે આજે સિહોર નગરપાલિકાના પૂર્વ નગરસેવક ચેરમન મહેશ લાલાણી મીડિયા સામે આવીને પોતાનો બળાપો અને વ્યથા વ્યક્ત કરી હતી.

તેમનું કહેવું હતું કે ફિલ્ટર પ્લાન્ટ ૧.૪૪ કરોડ રૂપિયાના ખર્ચે બની ચુક્યો છે એક વખત પણ આ પ્લાન્ટ શરૂ થયો નથી લોકોએ પાણી પીધું નથી છતાં હવે રીપેરીંગ કરવા પાછળ લાખ્ખોનું આંધળ શા માટે..સમગ્ર મામલો હું મીડિયામાં બે દિવસથી જોવ છું..અહીં કેવા પ્રકારનો વહીવટ ચાલે છે..મન વ્યથિત થઈ જાય છે બોલવા જેવું કંઈ રહેતું નથી..તેવું મહેશ લાલાણીએ જણાવી પોતાની વ્યથા સાથે શહેરના લોકોની ચિંતા વ્યક્ત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here