લોકડાઉનમાં ધંધા બંધ હોય મધ્યમ વર્ગ હવે રાશનનું અનાજ લેવા મજબુર બન્યો

દેવરાજ બુધેલીયા
લગભગ બે મહિનાના અમલી બનેલા લોકડાઉનથી ધંધા – રોજગાર બંધ હોય સોૈથી વધુ કફોડી હાલત મધ્યમ વર્ગની થઈ છે આ એવો વર્ગ છે કે પોતાની હાલત કોઈને કહી શકતો નથી કે કોઈની પાસે લાંબો હાથ કરીને માગી શકતો નથી પણ આ મધ્યમ વર્ગની સ્થિતિ કેવી મજબુર બની છે તેનો અંદાજ મધ્યમ વર્ગના પરિવારે આ કપરા દિવસો પસાર કરવા સસ્તા અનાજની દુકાનેથી અનાજ લીધુ છે. કોરોના સંકટમાં મધ્યમ વર્ગ સોૈથી વધુ પીસાઈ રહયો છે. અત્યાર સુધી મોટા ભાગે આ વર્ગ સસ્તા અનાજની દુકાનેથી ઘઉં કે ચોખા લેવા જતો ન હતો તે હવે પરિવારનું ગુજરાન ચલાવવા રાશનનું અનાજ લેવા મજબુર બન્યો છે.

સરકારે એપીએલ – ૧ નાં કાર્ડ ધારકો મતલબ કે મધ્યમ વર્ગ પાસે હોય છે તે રાશન કાર્ડ ધારકોને ૧૦ કિલો ઘઉં, ચોખા , એક કિલો ખાંડ અને દાળ આપવાની જાહેરાત કરી હતી. તા. ૭ મીથી એપીએલ રાશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવાની શરુઆત કરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારો પણ લોકડાઉનમાં પરેશાની ભોગવી રહયા છે. નોકરીયાત કે ધંધાર્થીઓ પરિવારો એક – દોઢ મહિનો ગમે તેમ કરીને ખેંચી શકે છે પણ લોકડાઉન સતત લંબાઈ રહયુ હોય આવા લાખો પરિવારો હવે પરિવારનાં સભ્યોનું પેટ ભરવા સસ્તા અનાજની દુકાનેથી મફતમાં મળતુ અનાજ લેવા મજબુર બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here