સિહોર મામલતદાર કચેરીએ એક સાથે બે જીવની આંતરડી ઠારી-સગર્ભા મહિલાને રાશન કીટ અપાઈ

સલીમ બરફવાળા
કોરોના વૈશ્વિક મહામારીમાં અનેક લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. જેમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર મોટો ભાર આવી પડ્યો છે. જેને લઈને પ્રશાશન અને પોલીસ વિભાગે સામાજિક સંસ્થાઓ ની માફક સેવાકીય કાર્યમાં રંગ રાખી દીધો હતો. સિહોરના જરૂરિયાત મંદ પરિવારની રાશન કિટોનું વિતરણ કરીને મદદ કરવામાં આવી હતી. સિહોર નાયબ કલેકટર અને મામલતદાર દ્વારા સિહોરના ગરીબ વિસ્તારમાં કોઈ ભૂખ્યું સુવે નહિ તેની પૂરતી તકેદારી રાખીને રાશન કીટ વિતરણનું કામ હાથ ધર્યું હતું. જેમાં આજે મામલતદાર કચેરી ખાતે સગર્ભા બહેનને એટલે એક સાથે બે જીવની મદદ કચેરીના કર્મીઓ દ્વારા કરવામાં આવી હતી. ગરીબ સગર્ભાને રાશન કીટ આપીને તેના ઘરનો ચૂલો સળગતો રાખ્યો હતો જે ખરેખર પ્રશંસનીય કામગીરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here