સિહોર સર્વોત્તમ ડેરી દ્વારા પરપ્રાંતિય કામદારો ને છાશ નું વિતરણ કરાયું

દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસને લઈને દેશમાં ત્રીજું લોકડાઉન પૂરું થવાના આરે છે. લોકડાઉન લાગુ પડતા રાજ્યમાં પરપ્રાંતિય લોકો પોતાના વતનમાં જવા માટે તડપાપડ હતા. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતિયને પોતાના વતનમાં જવા માટે લીલી ઝંડી આપતા પરપ્રાંતિય લોકો પોતાના વતનમાં જવા માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરવા માટે મામલતદાર કચેરી ખાતે હરરોજ લાઈનો લગાવીને પોતાના વતનમાં જવા માટેની રાહ જોતા હોય છે. ધોખધમતા તાપમાં પરપ્રાંતિયના કોઠાને ટાઢક આપવા સિહોરની સર્વોત્તમ ડેરી દ્વારા મીઠી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી ખાતે પોતાના વતનમાં જવાની પ્રકિયા કરવા આવેલા તમામ પરપ્રાંતિયને છાસ પાઈને પેટને ટાઢક આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here