ગરમીથી તોબા તોબા: સિહોર અને પંથકમાં ગરમીથી શેકાઇ રહેલાં નગરજનોઃ ભેજના પ્રમાણમાં ઘટાડો નોંધાતાં ગરમી આકરી બની

દેવરાજ બુધેલીયા
રાજ્યના અન્ય વિસ્તારોની સાથે સાથે ભાવનગર જિલ્લા અને સિહોરમાં પણ ઉનાળાની ગરમી આકરી બની રહી હોય તેમ તાપમાનના પારામાં વધારો નોંધાઇ રહ્યો છે. અંગ દઝાડતી ગરમીના લોકો તોબા પોકારી ઉઠ્યા છે આમ ગરમીના પારામાં થઇ રહેલાં વધારાથી નગરજનો પણ ત્રસ્ત થઇ ગયાં છે. તો બીજી તરફ આગામી દિવસોમાં હજુ તાપમાનના પારામાં વધારો નોંધાશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. સમગ્ર રાજયમાં ઉનાળાની ગરમી ગતિ પકડતી હોય તેમ તાપમાનના પારામાં વધારો નોંધાતાં મોટાભાગના શહેરોમાં ૪૦ ડિગ્રીથી ઉપર ગરમીનો પારો નોંધાઇ રહ્યો છે.

આમ આ વાતાવરણની અસર રાજ્ય સાથે સિહોર ઉપર પણ અનુભવવા મળી રહી હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી ગરમીના પારામાં વધઘટ થઇ રહી છે. હાલમાં કોરોનાની મહામારીના પગલે અપાયેલા લોકડાઉનના પગલે મોટાભાગના રહિશો ઘરમાં રહેવાનું સુરક્ષિત માની રહ્યાં છે ત્યારે દિનપ્રતિદિન વધી રહેલી ગરમીના પગલે નગરજનો પણ પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે. વધી રહેલી ગરમીના કારણે મુખ્યમાર્ગોની આસપાસ વસવાટ કરતાં શ્રમજીવીઓ સહિત પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની જવા પામી છે. આમ આગામી દિવસોમાં ગરમીના પારામાં વધારો નોંધાશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here