પોલીસ પર પુષ્ય વર્ષા અને સન્માન: સિહોર ખાતે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા છેલ્લા ૪૫ દિવસથી ચાલતી સેવાયજ્ઞ જ્યોતની આજે પૂર્ણાવતી

હરેશ પવાર
સિહોર ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા છેલ્લા ૪૫ દિવસથી રાહતનું રસોડું શરૂ કરવામાં આવ્યું હતું લોકડાઉનને લઈ શ્રમિક અને ગરીબ લોકો માટે જમવાની વ્યવસ્થા આ મંચ દ્વારા કરવામાં આવતી હતી આજે જેની પૂર્ણાવતી કરવામાં આવી છે ત્યારે લોકડાઉન અને કોરોના સામેના જંગમાં જેમનો સરકારી ડિપારમેન્ટના મુખ્ય રોલ છે તેવા પોલીસ વિભાગ અધિકારી કર્મચારીઓનું પુષ્પ વર્ષો અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા અશોકભાઈ ગિલાતર હર્ષદભાઈ બાંભળીયા સહિત ટિમ દ્વારા કોરોનાના કારણે લોકડાઉનમાં છેલ્લા ૪૫ દિવસથી રાહતનું રસોડું શરૂ કરવામાં આવ્યું છે.

રોજજે દાળ ભાત શાક રોટલીની રસોઈ બનાવી અંદાજે એક હજાર ગરીબ ગુરબા સુધી અલગ અલગ વિસ્તારોમાં પોહચાડવા આવતી હતી ૪૫ દિવસ રસોડાનો ધમ-ધમાટ બાદ આજે પૂર્ણવતીના દિવસે બટેટાનું શાક અને ખીર પુરીના ભોજન સાથે લોકડાઉનમાં જે સરકારી વિભાગનો મુખ્ય રોલ રહ્યો છે તેવા પોલીસ ડિપારમેન્ટનું સ્વાગત સન્માન કરાયું હતું સિહોર પોલીસ અધિકારી કે ડી ગોહિલ અને સ્ટાફ પર વિસ્તારના લોકો દ્વારા અનેરું ફુલહાર સાથે સ્વાગત સન્માન કરી પુષ્ય વર્ષા કરવામાં આવી હતી જ્યારે ૪૫ દિવસથી ચાલતા સેવાયજ્ઞમાં માવજી સરવૈયા, અશોકભાઈ ગિલાતર સહિતના આગેવાન અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય છે ગુજરાત દલિત સમાજના યુવા નેતા જીગ્નેશ મેવાણી દ્વારા પણ આ સેવાયજ્ઞની ખાસ નોંધ લઈ સ્થાનિક આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here