૧૨ સાયન્સ રિઝલ્ટ: સિહોરમાં વિદ્યામંજરીનો ડંકો, ૯૦% પરિણામ

બ્રિજેશ ગૌસ્વામી
આજે ધો.૧૨ સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન પોતાનું રિઝલ્ટ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાયું હતું ત્યારે સિહોરમાં નામાંકિત સંસ્થા વિદ્યામંજરીએ સંસ્થાએ બાજી મારી છે સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ઓફ સાયન્સ, સિહોરનું ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) નું ૯૦% ઉજ્જવળ પરિણામ આવેલ છે. તેમાં B૧ ગ્રેડ પ્રાપ્ત કરતા ૦૧ વિદ્યાર્થી, B૨ ગ્રેડ પ્રાપ્ત કરતા ૧૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યનું પરિણામ ૭૧.૩૪ % ભાવનગર જિલ્લાનું પરિણામ ૮૦.૮૧ % જ્યારે વિદ્યામંજરી જ્ઞાનપીઠનું પરિણામ ૯૦% આવેલ છે.

તેમાં સિહોર કેન્દ્રમાં શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓએ બાજી મારી છે (૧) જમોડ આશિષ લવજીભાઈ ૯૧.૦૯% (૨)જસાણી હેન્સી મહેશભાઈ ૮૬.૪૮% (૩) વાઘેલા વિજય રાજુભાઈ ૮૬.૧૪% મેળવીને શાળા અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં શાળાનાં ઉચ્ચ ગુણાંકન મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શાળાનાં ટ્રસ્ટીશ્રી, સંચાલકશ્રી, આચાર્યશ્રી તેમજ શાળા પરિવાર અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવી હતી અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here