એન્ટવર્પમાંથી કાચા હીરા સુરત આવતા હીરા ઉધોગમાં પ્રાણ ફૂંકાયો, લોકડાઉન ફોરમાં અનેક ઉધોગોને સરકાર છૂટ આપી રહી છે ત્યારે હીરાના કારખાનાને મંજૂરી આપવા માગણી કરી રહ્યા છે

દેવરાજ બુધેલીયા
સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય અર્થતંત્રમાં ખેતી પછી હીરા ઉધોગનું મહત્વનું સ્થાન રહયુ છે. ગામડાઓમાં લાખો યુવાનો હીરા ઉધોગમાંથી રોજગારી મેળવી રહયા છે. લોકડાઉનનાં કારણે છેલ્લા લગભગ બે મહિનાથી હીરાના કારખાનાઓ બંધ છે દરમિયાન લોકડાઉન ફોર સોમવારથી ચાલુ થઈ રહયુ છે ત્યારે સિહોર સહિતનાં સૌરાષ્ટ્રના શહેરોમાં હીરાની ઘંટીઓ ફરી ચાલુ કરવાનો ગણગણાટ શરૂ થયો છે હીરા ઉધોગ માટે દુનિયામાં એન્ટવર્પ સોૈથી મહત્વનું કેન્દ્ર છે. બેલ્જીયમમાં આવેલુ આ શહેર રફ હીરા અને તૈયાર પોલીશ્ડ હીરાના વેપાર માટે દુનિયાભરમાં જાણીતુ છે.

કોરોના સંકટ વચ્ચે  એન્ટવર્પથી લગભગ ર૦૦૦ કેરેટ કાચા હીરાનો માલ વાયા હોંગકોંગથી સુરત આવતા છેલ્લા બે મહિનાથી ઠપ થયેલા હીરા ઉધોગમાં નવો સંચાર થયો છે. સુરતમાં હવે ધીરે ધીરે હીરાના કારખાનો – બજાર શરૂ થશે તેની સીધી અસર સોેરાષ્ટ્રના હીરાના માર્કેટ પર પડશે. સોૈરાષ્ટ્રમાં સિહોર સાથે અમરેલી, ભાવનગર , જસદણ , બોટાદ , ગઢડા સહિતનાં શહેરોમાં હીરાના હજારો કારખાના છે. લોકડાઉનમાં હવે સરકાર કેટલાક ઉધોગોને છૂટ આપી રહી છે ત્યારે હીરાના કારખાનાઓ પણ ચાલુ કરવાની છૂટ આપવા રજુઆતો થઈ રહી છે.

ત્યારે સ્થાનિક લેવલ પર મંજૂરી માટેનો ગણગણાટ શરૂ થયો છે બીજી તરફ સુરતથી હજારો રત્નકલાકારો પોતાના વતનમાં આવી ગયા છે. આ કારીગરો હવે મોટાભાગનાં દિવાળી સુધી જવા માગતા નથી ૧૪ દિવસના કવોરન્ટાઈન બાદ પણ એક મહિનો તો સરકારે જ સુરત નહી આવવાની સૂચના આપી છે. આ કારીગરોમાં એવી માગણી ઉઠી છે કે હવે સ્થાનિક સ્તરે હીરાની ઘંટીઓ શરૂ થાય અને કામ મળી જાય તો સુરત નથી જવુ. કોરોના બાદ અનેક યુવાનો હવે વતનમાં રહીને જ હીરાનું કામ કરવા માગે છે સુરતમાં વધુ ખર્ચા કરવા છતાં સ્થાનિક સ્તરે રહીને ખેતીમાં પણ મદદ કરી શકાય તેવુ વિચારી રહયા છે આમ ખેતી પણ થાય અને હીરા બજારનું કામ બંને થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here