એલડી મુનિમાં અભ્યાસ કરતી વિધાર્થીની હીના અમદાનીએ સમગ્ર સિહોર કેન્દ્રમાં બાજી મારી, પિતાનું માથું આજે ગર્વથી ઊંચું થયું છે

સલીમ બરફવાળા
આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. સમગ્ર રાજ્યમાં આજે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા વિધાર્થીઓ માં આનંદ ની લાગણીઓ છવાઈ ગઈ હતી. સિહોરમાં એલ.ડી.મુનિ માં અભ્યાસ કરતી અમાદાની હિનાબેન ઈલિયાસભાઈ સિહોર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક સાથે ઉત્તીર્ણ થયા હતા. પિતા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. દસમા પછી દિકરી હિનાને સાયન્સ માં એડમિશન લેવું હતું પણ પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મન માંડી વાળ્યું પણ પિતાએ પોતાની દીકરીને ભણાવવા માટે થઈને એડમિશન સાયન્સ માં મેળવી આપ્યું.

હિના એ સખત મહેનત પરિષમ કરીને ૯૪.૭૬ પર્સન્ટઇલ સાથે સિહોર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવીને પિતા તેમજ સિહોરનું નામ રોશન કર્યું હતું. હવે આગળ હિનાને તબીબ ક્ષેત્રે અભ્યાસ કરીને સારું ડોક્ટર બનવું છે અને પિતાનું નામ રોશન કરવું છે. સરસ્વતી ઘર જોઈને નહિ પણ મહેનત જોઈને કૃપા કરે છે. નાના એવા પરિવાર માંથી આવતી હીનાએ આજે પોતાની મહેનત થી સાબિત કરી બતાવ્યું છે કે અથાક મહેનત કરવાની ધાર્યું પરિણામ મેળવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here