સ્થાનિક રાજકારણમાં ફરી ગરમાવો, રજુઆત કે આવેદનો નહિ કોંગ્રેસ પરિણામ સુધી પોહચશે તેવી આક્રમકતા દેખાઈ રહી છે, લોકો સહકાર આપે કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહનો અનુરોધ

હરીશ પવાર

સિહોર નગરપાલિકા મા ભાજપ નુ શાસન છે અને ભાજપ ના સતાધીશો ને જાણે ભષ્ટ્રાચાર નો પીળો પરવાનો મળેલ હોય તેમ કોઈ પણ સરકારી યોજના ભષ્ટ્રાચાર ની બલી ચડયા વગર રહેતી નથી સમયાંતરે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ એ અનેક ભષ્ટ્રાચારો ઉજાગર કર્યા છે અને લડત પણ આપતી રહી છે પણ સિહોર નગરપાલિકા ના આ ભાજપ ના સતાધીશો પ્રાણ મુકે પણ ભષ્ટ્રાચાર નો મુકે એવુ ફલીત થઇ ચુકયુ છે અનેક ભષ્ટ્રાચારો પછી હાલ તાજેતરમાં સરકાર દવારા ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના ને પણ ભષ્ટ્રાચાર નુ ગ્રહણ લાગી ચુકયુ છે.

જેમા સિહોર નગરપાલિકા અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના મા વ્યક્તિ ગત આવાસ યોજનામાં અંગત આથીઁક હિત સિધ્ધ કરવા સતાધીશો તથા અધીકારીઓ ની એજન્સી સાથે મિલીભગત થી કરોડો રુપિયા નો આચરવામાં આવતો હોય જેના લીધે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ આ ભષ્ટ્રાચાર ને રોકવા ફરીવાર આક્રમક અને એકશન મોડ મા આવી ગઇ છે આ ભષ્ટ્રાચાર ને રોકવા અને જવાબદારો સામે તપાસ આદરી કડક કાયઁવાહી કરાવવા માટે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા પ્રમુખ જયદિપસિંહ ગોહિલ ની આગેવાની હેઠળ આજથી સવારે ૧૧:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક સુધી સિહોર નગરપાલિકા કચેરી સામે ઉપવાસ ઉપર ઉતરી ધરણા કરવામાં આવ્યા અને જયા સુધી પરિણામ ન આવે ત્યા સુધી આ ધરણા ચાલુ રખાશે આ ધરણા ને લઇને નગરપાલિકા સતાધીશો મા પણ ફફડાટ જોવા મળી રહયો છે

આજના આ ધરણા મા જયદિપસિંહ ગોહિલ, કિરણભાઈ ઘેલડા, ધીરૂભાઈ ચૌહાણ,મુકેશભાઈ જાની, કિશનભાઇ મહેતા, સુભાષભાઈ રાઠોડ, ઇકબાલભાઇ સૈયદ, કરીમભાઇ સરવૈયા, હિરલબેન બુધેલીયા, વહિદાબેન પઢીયાર, ચંદ્રીકાબેન નમસા, કેતનભાઇ જાની,વિજયભાઈ આલ,ચેતનભાઇ ત્રિવેદી, છોટુભા રાણા, દર્શન ગોરડીયા, ડી.પી.રાઠોડ, પી.ટી.સોલંકી, સાદુલભાઇ રબારી, ચંદુભાઇ સરવૈયા,જેસીંગભાઇ મકવાણા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દવારા ઉપવાસી છાવણી ભરચક કરવામાં આવી હતી અને હાલ કોંગ્રેસમાં આક્રમતા દેખાઈ રહી છે ત્યારે સ્થાનિક રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here