ખેડૂત આગેવાન જયરાજસિંહ ગોહિલે આજે પોતાની વાડીએ પ્રતીક ઉપવાસ કર્યા, ઘનશ્યામભાઈ મોરી કરશે પ્રતીક ઉપવાસ

હરેશ પવાર
ખેડૂત આગેવાનોએ હવે ડિજિટલ ઉપાવાસનું રણશીંગુ ફુક્યું છે ત્યારે આજે સિહોર તાલુકા કિસાન એકતાના પ્રમુખ જયરાજસિંહ ગોહિલે આજે પ્રતીક ઉપવાસનો પ્રારંભ કર્યો હતો તો આવતીકાલે ખેડૂત આગેવાન ઘનશ્યામભાઈ મોરી સિહોરના ખાંભા ગામે ડિજિટલ પ્રતીક ઉપવાસ કરી ખેડૂતના હિતમાં પ્રતીક એક દિવસના ઉપવાસ કરશે હાલ કોરોના મહામારીમાં લોકડાઉન હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ પણ દિવસે દિવસે વિકટ થતી ગઈ છે છે ત્યારે ડિઝીટલ ખેડુત આંદોલનના ભાગરૂપે ખેડુતોને પાક વિમાનું પુરૂ વળતર મળે તેમજ ખેડૂતોનું સંપુર્ણ દેવુ માફ થાય ખેડૂતોને પુરતા ભાવ મળે.

એવી વિવિધ માંગણીઓ સાથે પોતાના નિવાર સ્થાને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી દ્વાર આવતીકાલે તારીખ ૧૮-૫-૨૦ ના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસશે.હાલ લોકડાઉન લાગું કરેલ હોવાથી સરકારશ્રીના આદેશો તેમજ લોકડાઉનનો ભંગ ના થાય તેમજ સોશિયલ ડિસ્ટન્ટસનું પાલન થાય તે રીતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ધશ્યામભાઈ મોરી એક દિવસ પ્રતિક ઉપવાસ પર બેસવાના છે.એવું પ્રદેશ મહામંત્રી રમણીકભાઈ જાનીની યાદીમાં જણાવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here