ખેડૂત આગેવાન ઘનશ્યામભાઈ મોરીએ પ્રતીક ઉપવાસ કરીને ખેડૂતોની વિવિધ માંગણીઓ બુલંદ બનાવી: ખાંભા ગામે ડિજિટલ ઉપવાસ આંદોલન, એક દિવસના પ્રતીક ધરણા યોજાયા

બ્રિજેશ ગૌસ્વામી – સંદીપ રાઠોડ
સમગ્ર ગુજરાતભરમાં ખેડૂત આગેવાનોએ ડિજિટલ ઉપવાસ આંદોલનનું રણશીંગુ ફુક્યું છે ત્યારે કિસાન ક્રાંતિ ટ્રષ્ટના પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામભાઈ મોરીએ સિહોર તાલુકાના ખાંભા ગામેથી ખેડૂતોની માંગણીને લઈ ડિજિટલ પ્રતીક ઉપવાસ યોજાયા હતા સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાઓ પર ખેડૂત આગેવાનોએ હવે ડિજિટલ ઉપવાસ શરૂ કર્યો છે ત્યારે આજરોજ સિહોર તાલુકાના ખાંભા ગામે કિસાન ક્રાંતિ ટ્રષ્ટના પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામભાઈ મોરીએ આજે પ્રતિક ઉપવાસ પ્રારંભ કર્યો હતો હાલ કોરાના મહામારી અને લોકડાઉન હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ પણ દિવસે અને દિવસે વિકટ થતી જાય છે.

ત્યારે ડિજિટલ ખેડૂત આંદોલન ના ભાગરૂપે પાક વીમા વળતર મળે તેમજ પાકના પૂરતા પ્રમાણમાં ભાવ મળે અને દેવુ માફ આવી વિવિધ લાગણીઓ સાથે પોતાના નિવાસસ્થાને રહીને અનશન આંદોલન શરૂ કર્યું છે દરેક કિસાન આગેવાનોએ પ્રત્યેક દિવસ અનશન પર બેસશે હાલ લોકડાઉન લાગુ કરેલ હોવાથી સરકારના આદેશો તથા લોકડાઉન નો ભંગ ન થાય સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થાય તે રીતે ડિજિટલ પ્રતીક ઉપવાસ કરી ખેડૂતોની માંગણી બુલંદ બનાવી હતી.

ખેડૂત સમર્થનમા એક દિવસ ના ઉપવાસ કરીને ખેડૂતોને પાકવિમાનું વળતર આપવા, ખેડૂતોનું દેવું માફ કરવા સહિતની માંગ ઉઠાવી હતી જગત-તાત ખેડૂતો ઘરમાં કે ખેતરમાં જ પ્રતિક ઉપવાસ કરીને પોતાની માંગણીઓને બુલંદ બનાવી રહ્યા છે. જેમાં ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું અને પાકવીમાના નાણાં ચૂકવી આપવા માટે ખેડૂતોનું ઉપવાસ આંદોલન કોરાનાની મહામારીમા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી ડીઝીટલ રીતે આગળ ધપી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here