સિહોર કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મોટાભાગના વિસ્તારો મુક્ત: મોડી સાંજે અડચણો હટાવાઈ

હરેશ પવાર – દેવરાજ બુધેલીયા
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે જે વિસ્તારમાંથી કેસો મળે તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે ત્યારે સિહોરનો સૌ પ્રથમ કેસ જલુનાચોક મળ્યો હતો અને ગત તા.૧૩ એપ્રિલના આ વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાં આવી ગયો હતો ત્યારે એક પરિવાર શિવાઈ અન્ય એક પણ કેસ નહિ નોંધાતા તેને કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યું છે ત્યારે વસવાટ કરતાં સ્થાનિકોને રાહત મળી છે. કોરોના વાઈરસના દર્દીઓ જે વિસ્તારમાંથી મળી આવે તેની આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી સ્થાનિકોની આવનજાવન ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવે છે.

ગત ૧૩ એપ્રિલના રોજ સિહોર શહેરના જલુના ચોક વિસ્તારમાં શહેરનો સૌપ્રથમ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો હતો ત્યારે પછી તંત્ર દ્વારા મકાતનોઢાળ, પિંજારાનોઢાળ, જુમ્મા મસ્જિદ, સહિત સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી પ્રતિબંધો લાદી દીધા હતા અને પોલીસ તંત્ર દ્વારા તેનું ચુસ્ત પાલન કરાવાઈ રહયું હતું. ફરતે કોર્ડન કરીને વસાહતીઓની આવન જાવન ઉપર પણ રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે નવી પોલિસી મુજબ આ ઝોનને મુક્ત કરી અડચણો દૂર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here