કોરોનાના ત્રણેય લોકડાઉનના કારણે શેરડીનું વેચાણ ઠપ્પ થઈ ગયુ હતુ, શેરડીના ઉત્પાદકો પાસેથી દેશી ગોળના રાબડાવાળાઓએ ખરીદી શરૂ કરતા રાહત

દેવરાજ બુધેલીયા
કોરોના લોકડાઉનના કારણે સિહોર ભાવનગર સહિત રાજયભરમાં શેરડીના રસના સીંચોડાઓ બંધ થતા શેરડીના ઉત્પાદકોની હાલત કફોડી બની ગઈ હતી તેવા સમયે સિહોર અને તળાજા પંથકમાં દેશી ગોળના રાબડાઓ ધમધમતા થતા શેરડીના આ ઉત્પાદકોને રાહત થવા પામી હતી. આ વર્ષે તળાજા પંથકમાં શેરડીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે સિહોરના સર કનાડ ટાણા અગિયાળી સહિતના તળાજા તાલુકાના નેશિયા, હબુકવડ, ટીમાણા, રોયલ, ભાલર, દેવળીયા, કુંઢેલી, ભેગાળી, સાંગાણા, કામરોળ, પસવી, માખણીયા, ધાણા, છાપરી, શોભાવડ અને સાંખડાસર સહિતના આસપાસના અનેક ગામોમાં રોકડીયા પાક તરીકે તેમજ શેત્રુંજી ડેમમાં પાણી ભરપુર હોવાથી શેરડીને જોઈએ.

તેટલુ પાણી મળી રહેવાનું હોવાથી ઉપરોકત ગામોના ખેેડૂતો દ્વારા શેરડીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવ્યુ હતુ. દરમિયાન કોરોનાના ત્રણ ત્રણ લોકડાઉનના કારણે ગત માર્ચ માસથી દેશવ્યાપી લોકડાઉન અમલી કરાતા ભાવનગર સહિત રાજયભરમાં શેરડીના સિંચોડાઓ પણ બંધ રહેતા અને હજુ ત્રીજુ લોકડાઉન ખુલ્લે ત્યાર બાદ થોડો સમય વીત્યા બાદ ચોમાસાનો પ્રારંભ થનાર હોય શેરડીના સિંચોડાના વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ જતા ઉપરોકત ગામોના શેરડીના ઉત્પાદકોને કરોડોનું નુકશાન થતા તેઓએ તદ્રન રાહત દરે શેરડીઓ ગોહિલવાડની ગૌશાળાઓ અને પાંજરાપોળમાં મોકલવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ.

દરમિયાન સિહોરના અગિયાળી તેમજ તળાજા પંથકના ઉપરોકત ગામોમાં દેશી ગોળના રાબડાઓ ધમધમવા લાગતા શેરડીના મણના રૂા ૨૫ થી ૩૦ આસપાસ ભાવ ખેડૂતોને મળતા થયા છે.જો શેરડીના રસના સીંચોડાઓ શરૂ હોય ત્યારે શેરડી મણના અંદાજે રૂા ૧૨૫ મળતા હતા. હાલ શેરડીનુું મહત્તમ પીલાણ થઈ રહ્યુ હોય તળાજા પંથકનો ગોળ સસ્તો બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here