સિહોર ૧૧ કરોડની એક્સપ્રેસ પાણીની લાઈનનો મુદ્દો ભડકે બળ્યો: આ મુદ્દે શાશક વિપક્ષ સભ્યો બેફામ

૧૧ કરોડના મુદ્દે ધમાસણ: પાઇપલાઇનમાં થયેલ ગેરરીતિ ચેડાને લઈને વિપક્ષ લડી લેવાના મૂડમાં, શાશક સભ્યોએ પણ સુર પુરાવ્યો,

સંદીપ રાઠોડ – બ્રિજેશ ગૌસ્વામી
સિહોર વિવાદાસ્પદ નગરપાલિકાના વિવાદો શમવાનું નામ નથી લેતા. એક બાદ એક મુદ્દાઓને લઈને નગરપાલિકા વિવાદોમાં સળગતી રહે છે. છેલ્લાં કેટલાંય દિવસોથી ટોક ઓફ ટાઉન બનેલો ૧૧ કરોડનો પાણી લાઈનનો મુદ્દો જબરો ચર્ચામાં રહ્યો છે જેની પ્રાદેશિક ચેનલોએ પણ ખાસ્સી નોંધ લીધી છે સિહોરની પાણીની સમસ્યાઓ દૂર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા અગિયાર કરોડ ફાળવીને નવી એક્સપ્રેસ પાઇપલાઈન મંજુર કરવામાં આવી હતી. જેમાં અણઆવડત ધરાવતા સત્તાધીશોનું પાપ પીપળે ચડ્યું હોય તેવું લાગે છે.

જેને લઈને વિપક્ષના મુકેશ જાની અને શાસક પક્ષના ભાજપના પીઢ નેતા અને નગરસેવક દીપશંગભાઈ રાઠોડ કિરણભાઈ ઘેલડા સહિત નગરસેવકોએ પ્રજાને ન્યાય આપવા માટે થઈને પાલિકા સામે બાયો ચડાવી છે. સમગ્ર મામલે આજે કોંગ્રેસના મુકેશભાઈ જાની એ જણાવ્યું હતું કે હાલમાં જે લાઈન છે તેને સિંધી કોલોનીમાંથી તોડીને ધુમાડશા લઈ જવાની વાત ચાલી રહી છે. ૬ કિમિ ની એક્સપ્રેસ મેઈન લાઈન એકતા, સ્વસ્તિક, જ્ઞાનમંજરી થઈને નગરશેઠના બંગલે, ખાડીયામાં થઈને નવાગામ જતી આવડી મોટી લાઈન શા માટે બ્રેક કરવા માંગે છે તે સમજાતું નથી.

લોકોને પ્રેશર થી પાણી આપવા માટે પાણીના લાઈનનો ટેસ્ટ કરીને પછી આગળ યોજના ઘડવી જોઈએ. કોઈ પણ સોસાયટીને પાણીની લાઈન માટે અન્યાય નહિ થવા દઇએ જરૂર પડે તો ન્યાય માટે સરકાર પણ દાખલ થશું. સમગ્ર બાબતે મુકેશભાઈ એ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અંગે દીપશગભાઈ રાઠોડે પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર ભરેલા શાસનનો ભોગ પ્રજાને નહિ બનવા દઇએ.

નગરપાલિકા માં ચાલતી લાલીયાવાડી સામે તપાસ કરવી જોઈએ અને જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં ભરવા જોઈએ તેવું પણ તેમને જણાવ્યું હતું. અગિયાર કરોડની પાણીની એક્સપ્રેસ લાઈનો સમગ્ર સિહોરની પ્રજાને લાભ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવું વધુમાં જણાવ્યું હતું. હવે આ પાણીના પાઇપ લાઈનની હોળીની જ્વાળાઓ કેટલા ને દઝાડે છે અને કેટલી ઊંચે જાય છે તો આગામી દિવસોમાં જોવું જ રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here