શહેરનો શ્વાસ મેઈન બજાર લોકડાઉન મુક્ત, લોકોની ગાડી ફરી પાટા પર, ઘરબંધી દૂર થતાં લોકો ખુશ, સવારથી બજારોમાં ભીડ

બ્રિજેશ ગૌસ્વામી – દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં લોકડાઉન-૪ માં છૂટછાટ મળતા જ લોકો વહેલી સવારથી રસ્તા પર આવી ગયા હતા. ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કરી નવી ગાઈડલાઈનની જાહેર કરી હતી. જે અનુસાર કન્ટેઈન્મેન્ટ ઝોનમાં માત્ર જીવન જરૂરી વસ્તુને છૂટ આપવામાં આવી છે.

જ્યારે નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં તમામ દુકાનો ખોલવા મંજૂરી આપી છે. ત્યારે સિહોરની બજારમાં ફરી ધમ-ધમાટ જોવા મળ્યો હતો ૫૫ દિવસના લોકડાઉન પછી આજે ૫૬મા દિવસે સિહોર દોડતું થયું છે અને લોકો હાશ છૂટયાની લાગણી અનુભવી રહ્યા છે સિહોરના લગભગ વિસ્તારોમાં બધી જ દુકાનો અને ઓફિસો ખૂલી ગઈ છે. જો કે, પાન, ફાકી, ફરસાણ અને ચાની હોટલો ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગના જાળવીને વેપાર ધંધા રોજગાર ફરી શરૂ કર્યો છે સરકારે જાહેરાત કર્યા બાદ આખરે આજે સિહોર લોકડાઉન મુકત થયું છે. ૬૦ દિવસ બાદ સિહોરમાં ફરી જનજીવન ધબકતુ જોવા મળ્યું. લોકો કોઈ પણ જાતના ડર વગર રોડ પર નીકળ્યા. કરિયાણા અને દૂધ–દવા સિવાયની દુકાનો ધીરે ધીરે ખૂલવા લાગી છે.

સિહોરનો શ્વાસ પાછો આવ્યો હોય તેવુ રસ્તા પર આજે અનુભવાયેલુ જોવા મળ્યું. લોકોએ કોરોનાને ભૂલીને રાબેતા મુજબ જનજીવન શરૂ કયુ છે શહેરમાં જનજીવન રાબેતા મુજબ પાટા પર આવતા હોવાના એંધાણ વર્તાવા લાગ્યા. તો શહેરની ગલીઓ, નાકા, રોડ–રસ્તા પર લોકોએ કોરોનાનો ડર ભલે કોરાણે મૂકયો હોય, પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા. લોકડાઉનમાં ઘણા સમયથી દુકાનો બધં રહેતા સાફ સફાઈ કરતા દુકાનદારો નજરે પડ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here