સુરતમાં કામના નંગ દીઠ ચાર્જ કરતા ગામડામાં વર્ક કરાવવું સસ્તું: મહિલાઓને પણ ખેતરમાં કામ કરવાની મજુરી કરતા વધુ આવક

હરેશ પવાર
સુરત શહેરમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉધોગોને શરૂ કરવા નવી ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે, ત્યારે શહેરના નોન કન્ટેન્મેન્ટ વિસ્તારમાં આવેલ તમામ ટેક્સટાઇલ અને ડાયમંડ ઉધોગોને આજથી રાબેતા મુજબ થશે શરૂ થઈ ગયા છે. ટેક્સટાઇલ સિટી તરીકે વિશ્વભરમાં ખ્યાત સુરતના કાપડ બજારથી છેક ભાવનગર જિલ્લામાં રહેતી મહિલાઓને પણ ઘરબેઠા રોજગારી મળી રહી છે. સાડીના બોક્સ, પેકિંગ, સાડી કે ચણીયાચોળી પર ડાયમંડ સ્ટોર લગાવનાનું કામ સિહોરમાં રહેતી મહિલા બહેનો કરે છે સુરતના કાપડબજારનો વ્યાપ દેશ-વિદેશમાં ફેલાયેલો છે. સુરતનું કાપડ ભારતના ખૂણેખૂણેથી આવતા લોકોને સુરતમાં રોજગારી પુરી પાડી છે. આ ક્ષેત્રમાં મહિલાઓ પણ નાનું-મોટું કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. જે કે સાડીના બોક્સ બનાવવા, પેકિંગ તેમજ સ્ટોન, ડાયમંડ સ્ટીક કરવાના કામ શહેરના વરાછા અને આસાપાસના ગામડા ઉપરાંત છેક સિહોરમાં રહેતી મહિલાઓ પણ ઘરબેઠા કરે છે.

બોક્સ..

સુરતથી ભાવનગર જતી બસોમાં રોજ માલના ૧૫થી ૨૦ પોટલા આવા વર્ક કરાવવા માટે રવાના થાય છે. કાપડ એજન્ટ ઇકબાલ અગવાને કહયું કે, પાર્સલ મોકલવાનો ખર્ચ ૧૦૦થી ૧૫૦ રૃપિયા થાય છે. રોજ ૫૦ હજાર પીસ ડાયમંડ અને સ્ટોન વિવિધ મટીરીયલ પર લગાડવા માટે ગામડાઓમાં મોકલાય છે. કેટલાક ગામો તો એવા છે જ્યાં પચાસ ઘરોમાં સ્ટોન અને ડાયમંડ લગાડવાનું કામ થઇ રહયું છે.
– ઈકબાલ અગવાન સ્ટોનવર્ક વેપારી સિહોર

સુરતમાં સ્ટોન-ડાયમંડ દીઠ કિંમત ચુકવાય છે. જ્યારે સિહોરમાં મહિલાઓને આ કામ ઉચ્ચ રકમથી અપાય છે. છતા ત્યાં મહિલાઓ ખેતરોમાં કામ કરે છે તેના કરતા વધુ આવક તેમને ઉચ્ચ રકમે કામ કરવાથી પણ મળી જાય છે. મોટાભાગે ચોમાસાની સિઝનમાં ગ્રામ્યની મહિલાઓ આ કામ લેતી નથી. સાડી-ડ્રેસ પર હેવીવર્ક કરાવતા વેપારીઓ આ મહિલાઓને કામ સોંપે છે.
– સંદીપ રાઠોડ સ્ટોનવર્ક વેપારી સિહોર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here