સ્વચ્છતાના નંબરો લેવામાં હોડ લગાવતી નગરપાલિકા સેનિટેશન વિભાગ શુ આવા દ્રશ્યોથી અજાણ છે.?

ત્રણ થી ચાર જાહેર શૌચાલયો બંધ હાલતમાં, સ્વચ્છતાના નંબરો લેવા માટે શૌચાલયો પર સૂત્રો લખવામાં આવ્યા હતા, એક શૌચાલય પર તો લખેલા સુત્રોને ભૂંસી નખાયા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરમાં હાર્દસમા ભાવનગર રોડ અને ટાણા ચોકડી નજીક સુરકાના દરવાજા અને ટાણા રોડે આવેલ જાહેર શૌચાલય પર સિહોર નગર પાલિકા દ્વારા ‘મારુ સિહોર સ્વચ્છ સિહોર’ અને ગાંધીજીની આકૃતિ સાથે નું ચિત્રામણ તો કરી દીધું છે, પરંતુ આ શૌચાલયની બહારનો ગંદવાડો અને ગંદકી કચરાથી નગરપાલિકા તંત્રના સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાડી દીધો છે. પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના સૂત્રો જોરશોરથી ગૂંજવા માંડે છે .સ્વચ્છતા અભિયાનમાં જનજાગૃતિ માટે તોતિંગ ખર્ચ કરીને કે પ્રસંગોપાત હાથમાં ઝાડુ લઈને મહાનુભાવો ફરજ પૂરી કર્યાનો સંતોષ માને છે.

શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ પણ ફોટો શેસન સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સ્વચ્છતા અભિયાનના નામે ચાલતા નાટકમાં નગરપાલિકાને સહયોગ આપતી હોય છે શહેરના અગ્રણીઓ અને સેવાકીય સંસ્થાઓ પણ શહેરમાં ખદબદતી ગંદકી સામે અવાજ ઉઠાવવામાં નિષ્ફળ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે સિહોર શહેરમાં આવેલા સાર્વજનિક શૌચાલયોમાં સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતા માથું ફાડી નાખે એવી દુર્ગંધથી આજુબાજુના અને લોકો અને રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે.

સ્વચ્છતા અભિયાન માટે જોર શોરથી પ્રચાર કરતી નગરપાલિકા શું આવા દૃશ્યોથી અજાણ છે? નગરપાલિકાના સભ્યો તથા નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા તથા અખબારોમાં કરવામાં આવતા પ્રચારનો પરપોટો શૌચાલયોએ ફોડી નાખ્યો છે. નગરપાલિકા સેનેટરી વિભાગ ફક્ત ને ફક્ત ગંદકી દૂર કરવા અને શહેરને સ્વચ્છ રાખવાની ગુલબાંગો હાંકી રહ્યું છે શહેરમાં ગંદકીના ઢગલા અને ગટરમાંથી ઉભરાતી ગંદકી અંગે બેદરકાર જણાઈ રહ્યું છે શહેરના હાર્દસમા સુલભ શૌચાલય ની આવી બદતર હાલત હોય તો શહેરના વિસ્તારોમાં તો વિચારવું જ રહ્યું …!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here