કર્તવ્યનિષ્ઠ અને પક્ષ અને પ્રજા માટે રાત દિવસ દોડતા ભરતભાઈ મેરની કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ ટેલિફોન એડવાઇઝરી કમિટીમાં કરી નિમણુંક, ભરતભાઈ મેર જમીનીસ્તર ના માણસ છે

સલીમ બરફવાળા
વર્ષોથી રાજકારણમાં સક્રિય રાજપરા ખોડિયારના ભરતભાઈ મેરના શિરે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે સિહોર રાજપરા ખોડિયારના ભાજપના કર્તવ્યનિષ્ઠ કાર્યકર અને સામાજિક આગેવાન એવા ભરત મેર ને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા ટેલિફોનિક એડવાઇઝરી કમિટીમાં નિમણુંક કરવામાં આવી હતી. ભરતભાઇ ની કમિટીમાં નિમણુંક થતા જિલ્લા ભાજપ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વરસાવામાં આવ્યો હતો. છેલ્લા સત્તર વર્ષથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે.

તેઓએ પોતાની મહેનત અને પક્ષ પ્રત્યે વફાદારી દાખવીને ભાજપમાં એક મજબૂત સ્થાન બનાવ્યું છે. તેઓ હરહંમેશ લોકોની મદદ માટે તત્પર હોય છે અને જમીન સ્તર સાથે જોડાયેલા ભરતભાઈ મેંર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સૌ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે અરસાથી સતત રાજકારણમાં સક્રિય રહેલ અને ભરતભાઈ મેર જમીની સ્તરના માણસ છે કોઈ પણ જ્ઞાતિ સાથે સારું એવું સંકલન ધરાવે છે સતત લોકસેવામાં રચ્યા પચ્યા રહેતા ભરતભાઇ ને આ જવાબદારી સોંપતા ભાવનગર જિલ્લા સહિત પંથકમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે ત્યારે આ નિમણુંક અભિનંદન સાથે કાર્યકરોમાં હર્ષ અને ઉત્સાહ છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here