૬૦ દિવસે વેપારીઓએ દુકાનો ખોલી ત્યાં તંત્રએ પોતાનો રંગ દેખાડ્યો – કેટલાક વેપારીઓને કનડગત કરી ધમકાવ્યા હોવાની ચર્ચા

મિલન કુવાડિયા
ગુજરાતની સંવેદનશીલ રૂપાણી સરકારે લોકડાઉન ૪ માં વેપારીઓની આર્થિક ગાડી પાછી પાટા પર ધીમી ગતિએ ચડે, ગુજરાતની બજારો ફરી ધમધમતી બને તે માટે થઈને આંશિક છુટછાટ આપીને વેપારીઓને દુકાનોમાં મંગળ મુરત કરાવ્યા. પણ વેપારીઓને એક વાર રાજ્ય સરકાર અને લોકલ તંત્રના સંકલનમાં અભાવનો કડવો અનુભવ મળી ગયો હતો એટલે વેપારીઓ ગઈકાલે એક દિવસ રાહ જોઈ અને તેલ અને તેલની ધાર જોઈ અને આજે દુકાનોના શટર ઉંચા કર્યા. તંત્ર દ્વારા સિહોરમાં વેપારીઓની દુકાનો ઉપર એકી બેકી ના સ્ટીકર પણ લાગી ગયા અને એ મુજબ આજે વેપારીઓએ દુકાનો ઉઘાડી અને બે મહિનાની ધુળો ઉડાડતા હતા અને દીવા બતી કરતા હતા.

ત્યાં જ દૂરથી તંત્રના કફલાઓના દંડાઓ ઉડતા દેખાય આવ્યા હતા બે મહિને દુકાન ખોલી પૂજા પાઠ સાફસફાઈની કામગીરીઓ ચાલતી હતી ત્યાં ફરી વેપારીઓને ડરાવવા ધમકાવવા વાત સામે આવી છે તે ખૂબ જ ચિંતાજનક છે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીના જાહેરાતની તો એસીતેસી કરી નાખીને વેપારીઓને નિયમો સમજવવાના બદલે તંત્રનો કાફલો બજારોમાં નિકળીને રીતસર અનેક વેપારીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન સામે આવ્યું છે જેના કારણે વેપારીઓમાં પણ રોષની લાગણી છવાઈ છે બીજી બાજુ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલનનો સંપૂર્ણ અભાવ લોકલ તંત્રમાં દેખાય આવ્યો.

વેપારીઓને યેનકેન પ્રકારે તબડાવામાં આવ્યા અને ધમકાવામાં આવ્યા..હવે બીજી તરફ જરાક દયા રાખવા જેવી પણ છે લોકોને હવે પોતાના ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે રાજ્યના મુખ્યમંત્રી દયા રાખીને છુટછાટ આપે છે વેપારીઓ એ એક આશા સાથે બે મહિના પછી દુકાનો ખોલી છે તો સહકાર આપવાના બદલે તંત્રની આ કેવી નીતિ. એટલે વેપારીઓને નિયમો સમજાવો એવું લાગે તો મિટિંગ ગોઠવી ગાઈડલાઈન જણાવો.. બાકી આ જ રીતે વેપારીઓ બંધ રહેશે તો તેની મોટી અસર રાજ્યના આર્થિક વિકાસમાં જ પડશે.

તમે પ્રજાના સેવક છો માલિક નહિ એ મગજમાં રાખવું. ગુજરાત સરકાર લખેલી બોલેરો મળી એનો મતલબ તમે વિધાતા નથી બની ગયા કોઈ વેપારી નિયમ પાળવાની ના નથી કહેવાના વેપારી ને પણ પરિવાર વાલો છે ગામ વાલુ છે તમે કેશો તો કુંડાળા પણ કરી નાખશે પરંતુ થોડી સતર્કતા ગ્રાહકે પણ રાખવી જોઈશે સરકાર ના નિયમ પ્રમાણે 60 વર્ષ કરતા મોટી ઉમર ના લોકો શા માટે બહાર આવે છે બાળકો ને શુકામ બહાર જવા દેવામાં આવે છે વેપારીતો લાકડી ગ્રાહક પર નહીં ઉગામી શકે પબ્લિક ને પણ સમજવું જોઈએ નીતિ નિયમ માત્ર વેપારી માટે નથી ગામ બચાવવું હોઈ તો તંત્ર ને સાથ આપો નહીંતર ફરી બંધુ બંધ થશે ને પિંજરે પુરશો આમાં કોઈનું ચાલવાનું નથી માટે થોડી ધીરજ સાથે સતર્કતા રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here