લોકોની વાત પ્રજાને સ્પર્શે તેવા મુદ્દાની એક પછી એક રજૂઆતમાં શાશક અને વિપક્ષના સભ્યોએ રીતસર સ્થાનિક રાજકારણમાં ધમાસણ મચાવીને રાખી દીધું છે

બ્રિજેશ ગૌસ્વામી – સંદીપ રાઠોડ
છેલ્લા થોડા દિવસોથી કેટલાક કરંટ ટોપિક મુદ્દાઓએ સ્થાનિકમાં ધમાસણ મચાવીને રાખી દીધું છે સિહોરમાં પીવાના પાણી માટેનો પ્રશ્ન કાયમ માટે માથાના દુખાવા સમાન રહ્યો છે. નવા ફિલ્ટર પ્લાન્ટ અને પાણીની એક્સપ્રેસ લાઈનમાં ભ્રષ્ટાચાર આદર્યો હોવાની વાતો જબરો વેગ પકડ્યો છે. ત્યારે સિહોર નગરપાલિકા વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરીને કહ્યું હતું કે ગત ચોમાસે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થઈ ૨૭ ફૂટ પહોંચ્યું હતું. તેમ છતાં આજ દિવસ સુધી મહીં પરીએજ પાણી સતત લેવાનું ચાલુ રાખેલ છે અને જેનું બિલ પ્રતિમાસ એક થી દોઢ કરોડ અંદાજીત ચૂકવાનું થાય છે.

હવે તળાવમાં ૧૭ ફૂટ પાણી છે અને ચોમાસુ નજીકમાં છે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા છે. તો શા માટે નગરપાલિકા મહીં પરીએજ નું વેચાતું પાણી લઈને જનતાના પૈસા જુદા જુદા વેરામાં વેડફાઈ રહ્યા છે. હાલમાં ઉનાળા ના કપરા દિવસોમાં શહેરમાં સાત આઠ દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે. જુદા જુદા વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે છતાં ગરીબ વિસ્તારમાં લોકોએ દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. સરકાર ની ગ્રાન્ટ માંથી ૧૧ કરોડના ખર્ચે પાણીની લાઈન નાખવામાં આવી છે.

તો પ્રેશર સાથે લોકોને પાણી પહોચાડવા માં આવે અને ફિલ્ટર પ્લાન્ટ ને ઝડપથી શરૂ કરીને શહેરમાં ચોખ્ખું પાણી વિતરણ શરૂ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી ત્યારે સિહોરની પ્રજાને પડતી હાલાકી અને મુશ્કેલીમાં વિપક્ષ અને શાશકના કેટલાક સભ્યોએ તંત્ર અને શાસકોને રીતસર ઘેરી લીધા છે લોકોની વાત પ્રજાને સ્પર્શે તેવા મુદ્દાની એક પછી એક રજૂઆતમાં શાશક અને વિપક્ષના સભ્યોએ રીતસર સ્થાનિક રાજકારણમાં ધમાસણ મચાવીને રાખી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here