રમજાન ઇદની ઉજવણીના ભાગરૂપે મળેલી બેઠકમાં માર્ગદર્શન જરૂરી ચર્ચા વિચારણા બેઠકમાં થઈ

દેવરાજ બુધેલીયા
નજીકના ત્રણ ચાર દિવસમાં મુસ્લિમ સમાજનો પ્રવિત્ર રમજાન માસ પૂર્ણતાના આરે છે જેના ભાગરૂપે ઇદની ઉજવણી થવા જઇ રહી છે ત્યારે જરૂરી માર્ગદર્શન અને ચર્ચાઓ સાથે ઉચ્ચ અધિકારી અને આગેવાનોની એક બેઠક મળી હતી કોરોના સંક્રમણ ને લઇને સરકાર અને તંત્ર દ્વારા લોકડાઉનનુ સખતપણે અમલીકરણ થઇ રહયુ છે જેના લીધે મંદિર,મસ્જિદ પણ બંધ છે અને હવે ઇદના દિવસે મુસ્લિમ બિરાદરો મસ્જિદ મા એકઠા થઇ સામુહિક નમાઝ પઢતા હોય છે અને એકમેક ને ગળે મળીને મુબારક બાદી આપતા હોય છે.

પરંતુ વર્તમાન સમય મા મસ્જિદ ખોલવી અશકય છે અને ગળે મળવુ પણ ખતરો બની શકે છે જેને લઇને ઇદની ઉજવણી કેવી રીતે કરવાથી સંક્રમણ અટકાવી શકાય તેની વિસ્તૃત માહિતી માટે પાલીતાણા ડી.વાય.એસ.પી. જાડેજા અને સિહોર પી.આઇ.ગોહિલ દ્વારા સિહોર સુન્નતવલ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક બેઠક કરી અને કાયદાકીય, સંક્રમણ રોકવાની સંપુર્ણ માહિતી આપી સાથે ઘરમા રહિને નમાઝ પઢવાની સુચના આપી અને સિહોર સુન્નતવલ મુસ્લિમ સમાજ ના આગેવાનો એ પણ સરકાર ની ગાઇડલાઇન નુ ચુસ્તપણે અમલ કરવા અને તંત્ર ને સંપૂર્ણ સહકાર આપવા બાહેધરી આપી અને સાથે લોકડાઉન સમયમાં પોલીસતંત્ર દવારા આપવામાં આવેલી સેવાઓ ને બિરદાવી આભાર વ્યક્ત કયોઁ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here