વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ: સિહોર શહેરની જનતા પીવાના પાણી માટે ભલે વલખા મારે : ૫૦ લાખ લિટરના બનેલ ટાંકામાં જોઈન્ટ જ અપાયેલો નથી

બ્રિજેશ ગૌસ્વામી – સંદીપ રાઠોડ
સિહોરમાં વર્ષોથી પાણીની વિકટ સમસ્યા રહેલી છે છેલ્લા ૨૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાશન છે અને સત્તા ભોગવે છે લોકોએ એક આશા સાથે દરેક સ્થાનીક ચૂંટણીઓ વખતે પ્રજાએ ખોબલે ખોબલે મતો આપીને ભારતીય જનતા પાર્ટીના શાસકોને સતત પાંચ ટર્મથી સત્તા નગરપાલિકામાં આપી છે અને ભાજપે પણ વિકાસના નામે ભલે મતની ઝોળીઓ ભરીને જીત મેળવી પરંતુ હવે વિકાસ નામના શબ્દને પણ શરમ આવતી હશે તે હદ સુધીની સ્થાનિક કક્ષાએ વહીવટ કથળ્યો છે પ્રાથમિક સુવિધા કેવી રીતે મળે છે એની વાત બાજુએ મૂકી એ માટે તો લોકોમાં રોષ રહેલો જ છે…હાલના કૌભાંડોની ચાલતી ચર્ચા અને ભાજપ અને કોંગ્રેસ અપક્ષના સભ્યો દ્વારા એક પછી એક કૌભાંડો અને ગેરરીતિ થયેલા ઘટસ્ફોટની ચર્ચા અને વાતો અખબારોની જગ્યાઓ ટૂંકી પડવા લાગી છે.

છેલ્લા થોડા દિવસોથી ફિલ્ટર પ્લાન્ટ રીપેરીંગ, ગટર પ્રોજેકટ, અને સમગ્ર શહેરમાં પથરાયેલી કરોડોની પાણીની લાઈન મુદ્દો ખૂબ ચર્ચાઓમાં રહ્યો છે ભાજપના જ દીપશંગભાઈ રાઠોડ, ડાયાભાઈ રાઠોડ, કોંગ્રેસના મુકેશ જાની, કિરણભાઈ ઘેલડા, સહિત સામાજિક કાર્યકર મહેશ લાલાણી જેવા સ્થાનિક નેતાઓએ વિકાસના નામે વપરાયેલા કરોડો રૂપિયામાં થયેલા ભષ્ટાચાર સામે બેફામ આક્ષેપો બાદ પણ સામેના એક પણ જવાબદાર અધિકારી પદાઅધિકારીઓની મીડિયા સામે પ્રતિક્રિયાઓ આવી નથી ત્યારે આ મામલો અને કૌભાંડોના આક્ષેપો અને થયેલી ગેરરીતિ સત્યની નજીક હોઈ તેવું સ્પષ્ટ દેખાઈ છે અને સવાલો પણ અનેક ઉભા કરે છે ત્યારે આજે ફરી વધુ એક સૌથી મોટી ગેરીરીતિનો પર્દાફાશ થયો છે.

સિહોર શહેરને પાણી પૂરું પાડવા અને સમસ્યાને હલ કરવા સરકારે એક સારા આશય સાથે ૧૧ કરોડ રૂપિયા જેવી રકમ ફાળવી હતી પરંતુ સત્તામાં બેઠેલા લોકોની અણઆવડત અને ગેરવહીવટના કારણે શહેરની જનતા આજે પણ પાણી માટે ટળવલી રહી છે ત્યારે સમગ્ર સિહોરને પાણી પૂરું પાડવા માટે સિહોરના દિપડીયા ડુંગર માથે ૫૦ લાખ લિટરનો ટેન્ક બનાવવામાં આવ્યો હતો તેનું કામ પણ પરિપૂર્ણ થયું છતાં હજુ આ ટેન્ક શરૂ કરાયો નથી અને નગરસેવકોનું કહેવું છે આ બનેલા ટાંકાના પૈસાઓ ચૂકવાઈ ગયા છે બીજી તરફ ગઈકાલે નગરસેવક મુકેશ જાની, દીપશંગભાઈ રાઠોડ, કિરણભાઈ ઘેલડા, મહેશ લાલાણી, ભરત રાઠોડ સહીત નગરસેવકો દ્વારા આ ટાંકાની મુલાકાત લીધી હતી જેમાં સૌથી મોટી ગેરરીતિ સામે આવી છે.

પ્રજાના પરસેવાના પૈસે બનેલા કરોડો રૂપિયા ખર્ચે બનેલ પાણીના ટાંકામાં પાણી વિતરણ માટે અપાતો જોઈન્ટ જ..જે અપાયેલા નથી..ત્યારે જોઈન્ટ અપાયા વગર તો પાણી કઈ રીતે સપ્લાય થઈ શકે તે એક મોટો સવાલ છે બીજી બાજુ લાખ્ખો કરોડોની માતબર રકમથી તૈયાર થયેલ ટાંકાને કેમ આજ સુધી શરૂ કરાયો નહિ..જોઈન્ટ અપાયો નહિ.પૈસા ચુકાઈ ગયા છે…અને લોકો પાણી માટે ટળવળી રહ્યા છે આ ટેન્ક શરૂ થાય તો શહેરના મોટાભાગના વિસ્તારોમાં પ્રેશરથી પાણી વિતરણ થઈ શકે છે પરંતુ હાલ સુધી ટાંકો બની ગયો છે પૈસા ચૂકવાઈ ગયા છે પરંતુ મુદાની વાત જોઈન્ટ અપાયો નથી ત્યારે સત્તા સામે સવાલ અનેક છે જવાબો નથી જોકે એક પછી એક કૌભાંડો અને ગેરરીતિની સામેની વાત પ્રજાએ પોતાના દિમાગમાં બરાબર ફિટ કરીને રાખી દીધી છે એ શાસકોએ ભૂલવું ન જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here