સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા સ્વ રાજીવગાંધીની પૂણ્યતિથિ એ શ્રધ્ધાંજલી પાઠવી: માસ્કનું વિતરણ કરાયું

દેવરાજ બુધેલીયા
આજે ૨૧ મે એટલે..આધુનિક ટેકનોલોજી ના પ્રેરણતા, ભારતરત્ન, ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવગાંધીની પૂણ્યતિથિ જેને બલીદાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આજરોજ તા ૨૧/૫/૨૦૨૦ ને ગુરૂવાર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે હોટલ ગેલોર્ડ ખાતે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ અને આગેવાનો, કાર્યકરો દવારા સ્વ.રાજીવજી ને શ્રધ્ધાંજલી અર્પણ કરી પ્રાર્થના કરાઇ હતી સાથે વતઁમાન સમય મા કોરોના વાઇરસ (કોવિડ 19) ના ખતરા ને ધ્યાનમાં લઇને સરકાર દવારા માસ્ક ફરજીયાત નો કાયદો અમલમાં લવાયો હોવાથી સમય ને અનુરૂપ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા વડલાચોક સિહોર ખાતે સ્વ.રાજીવગાંધીની પૂણ્યાથેઁ લોકો ને માસ્ક નુ વિતરણ કરાયુ હતુ આ શ્રધ્ધાંજલી અને માસ્ક વિતરણ મા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, ધીરૂભાઈ ચૌહાણ, કિરણભાઈ ઘેલડા,પરેશભાઇ શુકલ,વહિદાબેન પઢીયાર,ઇકબાલભાઇ સૈયદ,પી.ટી.સોલંકી,પરેશભાઇ બાજક,ધમભા કનાડ,ડી.પી.રાઠોડ,આબિદ સુમરા,જેસીંગભાઇ મકવાણા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાયઁકરો હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here